મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી: માતા ઘર છોડીને ચાલી જતાં યુવાન દીકરાએ લાગી આવતા જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબી: માતા ઘર છોડીને ચાલી જતાં યુવાન દીકરાએ લાગી આવતા જીવન ટૂંકાવ્યું

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાનો તેની માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની માતા ત્રણેક વર્ષ પહેલાં ઘર છોડીને ચાલી જતા તે ઉદાસ રહેતો હતો અને ઘણા સમયથી તે ઘરે જતો ન હતો દરમિયાન તેણે કોઈ કારણોસર કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં ક્રિશાઝ ફાર્માસ્યુટીકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો અલ્પેશભાઈ હેમસંગજી ઠાકોર (૧૯) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની યશોધરભાઈ ડાયાભાઈ પટેલ (૪૫) રહે. મધુરમ સોસાયટી રવાપર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાનની માતા નર્મદાબેનને તે ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે લાગણી સભર હતો દરમિયાન નર્મદાબેન છેલ્લા ત્રણેક વર્ષથી ઘર છોડીને જતા રહેલ છે જેથી તે યુવાન ઉદાસ રહેતો હતો અને છેલ્લા ઘણા દિવસથી તે ઘરે પણ જતો ન હતો અને મનોમન તેને લાગી આવતા તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે તેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News