મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જાંબુડીયા ગામે રહેતી પરણીતાએ અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીમાં જાંબુડીયા ગામે રહેતી પરણીતાએ અંતિમ પગલું ભર્યું

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ રમેશભાઈ રાઠોડના પત્ની મમતાબેન હિરેનભાઈ રાઠોડ (૧૯)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક મહિલાના પતિ હિરેનભાઈ રાઠોડ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળ દોઢ વર્ષનો છે અને તેને સંતાન નથી જોકે તેને આ પગલું કયા કારણસર ભરેલ છે તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે




Latest News