મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં યોજાશે વાસ્તવિક રૂક્ષ્મણી વિવાહ


SHARE









મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં યોજાશે વાસ્તવિક રૂક્ષ્મણી વિવાહ

મોરબીમાં આવેલ ન્યુ રીલીફનગરમાં રહેતા મકવાણા પરિવારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને કથામાં જુદાજુદા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે તેમાં આયોજકના પોતાના દીકરાના લગ્ન રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ દરમ્યાન યોજાશે એટ્લે કે રૂક્ષ્મણી વિવાહનો વાસ્તવિક પ્રસંગ ઉજવાશે જેથી લગ્નની સાથે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવવા માટે આમંત્રણ આપેલ છે.

મોરબીમાં આવેલ ન્યુ રીલીફનગરમાં રહેતા અરવિંદભાઈ મકવાણાના દીકરા પાર્થના લગ્ન વિનોદભાઈ કવૈયાની દીકરી મયુરી સાથે નિર્ધારિત કરવામાં આવ્યા છે. અને આ પરિવારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બંધન પાર્ટી પ્લોટ ખાતે તા ૧ થી ૭ માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને દરરોજ બપોરે ૩ થી ૬ કથા ચાલશે જેમાં શાસ્ત્રી નિખિલભાઈ જોશી શ્રોતાઓને તેની કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે આ કથા દરમ્યાન પોથીયાત્રા, સતી ચરિત્ર, સંતવાણી, નૃસિંહ પ્રાગટયમ વામન જન્મોત્સવ, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્રના પ્રસંગ ઉજવાશે જોકે, આ કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવશે ત્યારે પાર્થ અને મયુરીના લગ્ન કરાવીને શ્રીમદ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનો વાસ્તવિક પ્રસંગ ઉજવાશે




Latest News