મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની ધરપકડ


SHARE









મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની ધરપકડ

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર ટાઇલ્સનું કારખાનું ધરાવતા વૃદ્ધે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજ ચૂકવેલું હતું તેમ છતાં પણ આરોપીએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરી પૂર્વક ચેકો તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર જનતા ટાઇલ્સ નામનું કારખાના ધરાવતા અને ત્યાં રહેતા જયંતીલાલ મીઠાભાઈ પરમાર જાતે સતવારા (૬૦)એ થોડા સમય પહેલા રવિભાઈ રાજુભાઈ જીલરીયા રહે. કંડલા બાયપાસ આનંદનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે આરોપી રવિ જીલરીયા પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલ રૂપિયાનું ઊંચું વ્યાજ ચૂકવેલ હતું. છતાં પણ આરોપી દ્વારા તેમની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીથી ચેકો લખાવી લેવામાં આવ્યા હતા તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ પી.આર.સોનારા અને તેની ટીમે આરોપી રવિભાઈ રાજુભાઈ જીલરીયા જાતે આહીર રહે. મૂળ સાધુ વાસવાણી પાટીદાર ચોક કેસરી મોલની પાછળ રાજકોટ હાલ રહે. કંડલા બાયપાસ આનંદનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News