મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી : પિયર જતી રહેલ પત્ની છૂટાછેડાનું જણાવતી હોય મનમાં લાગી આવતા બ્લેડથી ચેકા મારતા યુવાન સારવારમાં


SHARE







મોરબી : પિયર જતી રહેલ પત્ની છૂટાછેડાનું જણાવતી હોય મનમાં લાગી આવતા બ્લેડથી ચેકા મારતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા યુવાને જાતે બ્લેડ વડે હાથના ભાગે ચેકા મારી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો આ બાબતે મોરબી સીટી બી ડિનિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ અશોકભાઈ કુરિયા કોળી (ઉમર ૨૮) રહે.નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને બનાવની હોસ્પિટલ ખાતેથી જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ પહોંચીને તપાસ કરી હતી.તેઓએ કરેલી તપાસ બાદ સામે આવ્યું હતું કે અલ્પેશભાઈ કોળીના પત્ની બોલાચાલી થવાથી પિયર જતા રહ્યા હોય અને છૂટાછેડા માટે જણાવતા હોય તે બાબતે મનોમન લાગી આવતા અલ્પેશભાઈએ જાતે નજરબાગ પાસે આવેલ ફિલ્ટર હાઉસ નજીક બ્લેડ વડે હાથના ભાગે છેકા મારી દીધા હતા.જેથી તેને સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.

રેલ્વે સ્ટેશન પાસે મારામારીના બનાવમાં બે યુવાનોને ઇજા

મોરબીના ધક્કાવાળી મેલડી માતા મંદિરના પાછળ રેલ્વે સ્ટેશન નજીક આવેલ ખાડા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયેશ વિનોદભાઈ દેગામા (ઉંમર ૩૦) રહે.લાયન્સનગર નવલખી રોડ તેમજ કાનજી વિનોદભાઈ સિંચણાદા કોળી (ઉમર ૩૪) રહે.માધાપરા મિલ વાળી શેરી ને મારામારીના બનાવમાં બીજાઓ પહોંચી હતી.જેથી બંનેને ૧૦૮ વડે સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા મારામારી સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે.

નજરબાગ વિસ્તારમાં મારામારી

મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા અકબરભાઈ સૈયદભાઈ બુખારી (ઉંમર ૩૨) રહે.વીસીપરા મોરબી ને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સેરબાનુબેન દ્વારા તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને મકબુલભાઈ નામના વ્યક્તિ દ્વારા અકબરભાઇને માર મારવામાં આવ્યો હોય હાલ આ બનાવ સંદર્ભે સીટી બી ડિવિઝનમાં જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરાયેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા મકસુદ મહેબૂબભાઈ શાહદાર ફકીર (ઉંમર ૧૯) નામના યુવાને મોરબીના સબજેલ ચોક પાસે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું.જેથી કરીને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અને હોસ્પિટલમાં તેની સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News