મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક ક્રેન નીચે આધેડને કચડી નાખનારા વાહન ચાલકની ધરપકડ


SHARE









મોરબી નજીક ક્રેન નીચે આધેડને કચડી નાખનારા વાહન ચાલકની ધરપકડ

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી આધેડ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ક્રેનના ચાલકે તેઓને હડફેટ લીધા હતા અને ક્રેનનું તોતિંગ વ્હીલ તેના ઉપર ફરી ગયું હતું જેથી તેનું મોત નીપજયું હતું અને મૃતક આધેડના દીકરાએ ક્રેનના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ સાવરીયા (૨૬)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રેન હાઇડ્રો નંબર જીજે ૩૬ એસ ૧૯૭૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી તેઓના પિતા વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ મોતીભાઈ સાવરીયા (૫૩) તેઓના ફઈબાના ઘરેથી આંટો મારીને પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન સર્વિસ રોડ ઉપર ક્રેનના ચાલકે તેઓને ઠોકર મારી હતી જેથી કરીને તેઓ રસ્તા ઉપર નીચે પડી જતા તેના ઉપરથી ક્રેનનું વ્હીલ ફરી જવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવમાં હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં ક્રેનના ચાલક સૂર્યકાંત સુભાષભાઈ (૨૭) રહે.હાલ ત્રાજપર ખારી સામાકાંઠે મોરબી-૨ મૂળ યુપી વાળાની ધરપકડ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના મકનસર ગામે રહેતો રવિભાઈ ઘેલુભાઈ ડાંગર (૨૫)  નામનો યુવાન તેના પત્ની અંજુબેન સાથે બાઈકમાં બેસીને જાંબુડિયા કામ પાસે આવેલ પાવર હાઉસ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. પટેલ ચલાવી રહ્યા છે॰




Latest News