મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી : રાજકોટ રોડ ઉપર અકસ્માતમાં ઇજા પામેલ યુવાાને સારવારમાં ખસેડાયો


SHARE









મોરબી : રાજકોટ રોડ ઉપર અકસ્માતમાં ઇજા પામેલ યુવાાને સારવારમાં ખસેડાયો

મોરબીના રાજકોટ રોડ ઉપર અજંતા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજંતા કલોક નજીક આવેલા સનોરા કવાર્ટઝ પાસે થયેલા વાહન અકસ્માતમાં બનાવમાં ઇજા થતાં કાદરશા ભીખુશા શાહમદાર ફકીર (૩૦) રહે. મકરાણીવાસ મોરબી ને ઇજાઓ તથા તેને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવતા ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને બાદમાં એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબીના વિસ્તારમાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાછળ નદીના પટમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રોહીદાસપરામાં રહેતા અજયભાઈ શિવાભાઈ સારેસા (૨૬)ને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે શીવાભાઈ લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં વૃદ્ધને ઇજા

મોરબીમાં ઉમા સ્કૂલ પાસે આવેલ શિવનગરમાં રહેતા જયાબેન બચુભાઈ સીચણાદા (૬૦) નામના વૃદ્ધાને ઘર પાસે પાડોશી સાથે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી વૃદ્ધાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઈ હતી અને મારામારી થઈ હતી.




Latest News