મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાનો પદગ્રહણ સમારોહ યોજાયો


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના માજી ધારાસભ્યો કોંગ્રેસના હાજર રહ્યા હતા અને તે ઉપરાંત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે સત્તા માટે નહીં પરંતુ સેવા માટે કોંગ્રેસ સાથે આગેવાનો અને કાર્યકરો જોડાય છે અને લોકોના આશીર્વાદ સાથે લોક કલ્યાણ માટે કામ કરવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ઉજ્વલા પાર્ટી પ્લોટ ખાતે તેઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા અને તે ઉપરાંત માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા, મહમદ જાવેદા પીરજાદા, ઋત્વિકભાઈ તે સહિતના કોંગ્રેસના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આ તકે ભાજપની નીતિ ઉપર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ સવાલો ઉઠાવ્યા હતા અને હાલમાં જે ભાજપની અંદર ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે તેને લઈને કટાક્ષ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપને તેના કામ ઉપર કે કાર્યકરો ઉપર વિશ્વાસ નથી એટલા જ માટે ડર બતાવીને કે લાલચ આપીને કોંગ્રેસમાંથી આગેવાનો લઈ જવા પડે છે જોકે કોંગ્રેસની સાથે આજની તારીખે પણ અડીખમ યોદ્ધાની જેમ જોડાયેલા આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ સાથે જોવા મળશે અને ખાસ કરીને કોંગ્રેસ સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરતી પરંતુ સેવા માટે સંઘર્ષ કરી રહી છે અને ગુજરાતના લોકોના આશીર્વાદ સાથે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તે લોકોના કલ્યાણ માટે હશે તેઓ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો




Latest News