મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ પાસે જુગાર રમતા ત્રણ શખ્સ ૫૧૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE









વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ પાસે જુગાર રમતા ત્રણ શખ્સ ૫૧૦૦ ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકાના ગામની સીમમાં ભેટ ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામની નજીક ભેટ ચોકડી પાસે રાતડા નાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભીમાભાઇ ગોવિંદભાઈ ઓળકીયા ૪૫ રહે ચૂંપણી, દીપભાઈ નકુભાઈ ખાચર ૩૮ રહે વીડી જાંબુડીયા અને હમીરભાઈ વાલજીભાઈ કાંજિયા ૩૨ રહે વીડી જાંબુડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો તથા ૩૦ લીટર તૈયાર દેશી દારૂ આમ કુલ મળીને ૧૪૦૦ ની કિંમત નો મુદ્દામાલ મળી આવતા પોલીસે તે કબજે કર્યો હતો અને આ જથ્થો રાજેશભાઈ કિશોરભાઈ કોળી રહે દેવળીયા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News