મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ડીઝલ ચોરીનો નવતર કિમીયો: હળવદ નજીક હોટલ પાસે ટ્રક-ટેલરની ટાંકીઓમાંથી ડીઝલની ચોરી, ૬ ઝડપાયા


SHARE









ડીઝલ ચોરીનો નવતર કિમીયો: હળવદ નજીક હોટલ પાસે ટ્રક-ટેલરની ટાંકીઓમાંથી ડીઝલની ચોરી, ૬ ઝડપાયા

હળવદના સુખપર ગામ નજીક આવેલ હોટલ ખાતે ટ્રક ટ્રેઇલરોના ડ્રાઇવરો સાથે સાંઠગાંઠ કરીને ટાંકીમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હતી તે જગ્યાએ પોલીસે રેડ કરીને કૌભાંડનો પર્દાફાશ કરેલ છે અને છ શખ્સોની ૨૦.૪૬ લાખનાના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસને બાતમી મળી હતી કે સુખપર ગામ નજીક કનૈયા હોટલ ખાતે હોટલ માલિક તથા હોટલનો કામદાર ટ્રક અને ટ્રેઇલરના ડ્રાઇવરો સાથે મળીને ડિઝલ ચોરી કરે છે અને ટ્રક ટ્રેઇલરની ડીઝલની ટાંકીમાંથી ડિઝલની ચોરી કરી ડ્રાઇવરો પાસેથી ઓછી કિંમતે ડિઝલની ખરીદી કરી હોટલમાં સંગ્રહ કરતા હતા અને અલગ અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચતા હતા. જેથી હળવદ પોલીસે રેડ કરી ત્યારે જયેશભાઈ બાબુલાય સિંધવ ૪૦, કિશનભાઈ મગનભાઈ જાદવ ૪૦, સરવનસિંહ ગૌસાસિંહ રાવત ૩૨ કિશનસિંહ બાબુસિંહ રાવતસ૨૪, બલવીરસિંગ માંગુમસિંગ રાવત ૨૮, મદનસિંહ મોહનસિંહ રાવત ૨૮ને ૧૧૫ લીટર ડીઝલ અને બે ટ્રેઇલર મળી કુલ ૨૦,૪૬,૪૨૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે આ કામગીરીમાં હળવદ પીઆઇ ડી.એમ. ઢોલ, પીએસઆઇ વી.પી.વ્યાસ,, સર્વેલન્સ ટીમ તથા સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે




Latest News