મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ વિધાનસભાની ચુંટણી પહેલા કરેલ આગમવાણી રાજકોટ બેઠક માટે સાચી ઠરી


SHARE









વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ વિધાનસભાની ચુંટણી પહેલા કરેલ આગમવાણી રાજકોટ બેઠક માટે સાચી ઠરી

ગઈકાલે ભાજપ દ્વારા લોકસભાની ૧૯૦ કરતાં વધુ બેઠકો ઉપર તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ બેઠક ઉપર વર્તમાન સંસદ મોહનભાઈ કુંડારીયાને ટિકિટ ન આપતા તેઓની જગ્યાએ પરસોતમભાઈ રૂપાલાનું નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને તેઓના ટેકેદારોની હાજરીમાં માર્કેટ ચોક ખાતે આતિશબાજી કરવામાં આવી હતી અને ઢોલના તાલે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના ભાજપના આગેવાનો હોદ્દેદારોને કાર્યકરો ઝુમી ઊઠ્યા હતા અને ત્યારે મીડિયા સાથે વાત કરતા જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે પરસોતમભાઈ રૂપાલા લોકોને સાથે રહીને ચાલે તેવા વ્યક્તિ છે અને તે કોઈને ગાળો આપશે નહીં, તે કોઈને ધમકાવશે નહીં અને આગામી લોકસભાની ચૂંટણીમાં તે ૧૦૦ ટકા પાંચ લાખથી વધુની લીડ સાથે રાજકોટની બેઠક ઉપરથી ચુંટાશે તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી પહેલાથી મોહનભાઈ કુંડારીયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે રાજકીય ખેંચતાણ હોય તેવી અનેક ઘટનાઓ બની હતી અને જે તે સમયે જીતુભાઈ સોમાણી સ્પષ્ટપણે કહેતા હતા કે આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક ઉપર પરિવર્તન આવશે અને તેઓએ અગાઉ કરેલી આગમવાણી જાણે કે અત્યારે સાચી ઠરી હોય તેઓ ઘાટ ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં જોવા મળી રહ્યો છે અને રાજકોટની બેઠક ઉપર પરસોત્તમભાઈ રૂપાલાને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી તથા તેના ટેકેદારોમાં ઉત્સાહાની લાગણી જોવા મળી રહી છે




Latest News