વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ વિધાનસભાની ચુંટણી પહેલા કરેલ આગમવાણી રાજકોટ બેઠક માટે સાચી ઠરી
મોરબી જિલ્લામાંથી ટાઇલ્સની આડમાં નસીલી કફ સીરપની હેરાફેરીનો પર્દાફાશ: ૪૫૦ પેટી નસીલી સીરપ સહિત પોણા બે કરોડનો મુદ્દામાલ કબ્જે
SHARE
મોરબી જિલ્લામાંથી ટાઇલ્સની આડમાં નસીલી કફ સીરપની હેરાફેરીનો પર્દાફાશ: ૪૫૦ પેટી નસીલી સીરપ સહિત પોણા બે કરોડનો મુદ્દામાલ કબ્જે
સમગ્ર ગુજરાતની અંદર નસીલી કફ સીરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ કારોબારને રોકવા માટે પોલીસ દ્વારા જુદી જુદી જગ્યા ઉપર રેડ કરવામાં આવતી હોય છે અને નસીલી સીરપનો જથ્થો પકડવામાં આવતો હોય છે આવી જ રીતે મોરબી જિલ્લામાં ગોડાઉન ભાડે રાખીને ત્યાં બહારથી કફ સીરપનો જથ્થો મંગાવી ટાઇલ્સના બોક્સમાં તેનું પેકિંગ કરીને જુદી જુદી જગ્યા ઉપર મોકલવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી ની ટીમ દ્વારા ત્યાં ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને ગોડાઉન માંથી નશીલી કફ સીરપ નો ૪૫૦ પેટી જેટલો જથ્થો પકડવામાં આવ્યો છે અને નસીલી કફ સીરપનો જથ્થો અંદાજે પોણા બે કરોડ રૂપિયાની કિંમતનો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ પાસેથી જાણવા મળી રહે છે હાલમાં ગોડાઉનના સંચાલક સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓને પકડીને પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કનો પર્દાફાસ કરવા માટે થઈને એક એક કડીઓને જોડવા માટેની કવાયત કરવામાં આવી રહી છે
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા સમયગાળા દરમિયાન નસીલી કફ સીરપનો જથ્થો અનેક વખત પકડવામાં આવ્યો છે જોકે એલસીબી ની ટીમ દ્વારા હાલમાં જે રેડ ટાઇલ્સના ગોડાઉનમાં કરવામાં આવી છે તેમાં ગુજરાતનો સૌથી મોટો કફ સીરપનો જથ્થો પકડાયો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ વિભાગ પાસેથી જાણવા મળી રહે છે હાલમાં મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સામેના ભાગમાં વિરાટ નગર પાસે આવેલ ટાઇલ્સના ગોડાઉનમાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે અને ત્યાં સ્થળ ઉપરથી નસીલી કફ સીરપ નો મોટો જથ્થો મળી આવ્યો હોવાની વિગતો મળી છે જેમાં અંદાજે સાડા ચારસો પેટી જેટલી કફ સીરપ તથા ટ્રક અને અન્ય મુદ્દા માલ મળીને લગભગ બે કરોડ જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતસપ્રમાણે આર ટાઇલ નામનું ટાઇલ્સ નું ગોડાઉન રંગપર ગામ સામે વિરાટ નગર પાસે આવેલ સીતારામ હાર્ડવેર ની પાછળના ભાગમાં આવેલ છે અને તે ગોડાઉન ની અંદર નસીલી સીરપનો જથ્થો ઉતારીને ત્યાંથી ટાઇલ્સના બોક્સ ની અંદર તેનું પેકિંગ કરીને જુદી જુદી જગ્યા ઉપર રવાના કરવામાં આવતો હોવા અંગેની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ટ્રક નંબર ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ મા ચોખાની ગુણીઓની નીચેના ભાગમાં નસીલી કફ સીરપનો જથ્થો ભરીને આવ્યા હતા અને આ નસીલી કફ સીરપ નો જથ્થો ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગત મુજબ આ નસીલી કફ સીરપનો જથ્થો ટ્રકમાં ઝારખંડ થી ભરીને આવ્યા છે તેવું ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનર જણાવી રહ્યા છે હાલમાં એલસીબીની ટીમ દ્વારા ગોડાઉનના સંચાલક મનિષ પટેલ અને ટ્રકના ડ્રાઇવર ક્લિનર ને પકડીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે
વધુમાં મળતી માહિતી મુજબ હાલમાં જે ગોડાઉન ની અંદરથી નસીલી કોડીન કફ સીરપ નો ૪૫૦ પેટી જેટલો જથ્થો પકડાયો છે તે ગોડાઉનમાં અત્યાર સુધીમાં કુલ મળીને ચાર વખત આવી રીતે જુદી જુદી વસ્તુઓની આડમાં નસીલી કફ સીરપનો જથ્થો લઈને આવવામાં આવ્યો છે અને અગાઉ બે વખત જે નસીલી સીરપનો જથ્થો લઈને આવ્યા હતા તેને ટાઇલ્સના બોક્સની અંદર પેક કરીને જુદી જુદી જગ્યા ઉપર વેચી નાખવામાં આવ્યો છે જોકે હાલમાં જે જથ્થો મળી આવ્યો છે તે ત્રીજી અને ચોથી વખત જુદી જુદી વસ્તુઓની આડમાં જે નસીલી સીરપ લાવી હતી તે માલ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે જોકે અગાઉ બે વખત જે માલ આવ્યો હતો તેને ટાઇલ્સના બોક્સમાં પેક કરીને વેચવામાં આવેલ છે તે માલ કોને વેચ્યો છે ? ક્યાં શખ્સો દ્વારા આ લોકોની પાસેથી માલની ખરીદી કરવામાં આવતી હતી ? અને આ નસીલી કફ સીરપનો નસીલો કારોબાર કઈ રીતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ધમધમી રહ્યો છે ? તેનો પર્દાફાશ કરવા માટે થઈને હાલમાં જુદી જુદી દિશામાં એલસીબી ની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે