વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અસાયત ઇલેવન ટીમનો વિજય


SHARE













શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અસાયત ઇલેવન ટીમનો વિજય

વિજેતાઓને ધારાસભ્ય સહીત મંડળના અગ્રણીઓના હસ્તે ટ્રોફી એનાયત

મોરબીના નાગડાવાસ ખાતે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસજ્ઞાતિ માટે મોરબી સ્થિત શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી ઉપરાંત રાજકોટ, મહેસાણાની પ્રસિદ્ધ ટીમોએ ભાગ લીધો હતો. અને સવારથી સાંજ સુધી ધુરંધર બેટ્સમેનોને ચોગા, છગ્ગાની સટાસટી લગાવી ટૂર્નામેન્ટને રોચક બનાવી દીધી હતી. આ તકે ક્રિકેટ રસિયાઓ ઉપરાંત વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંડળના યુવા અગ્રણીઓ રાજુભાઈ બોરસાણીયા, શિવસાગર વ્યાસ તેમજ પ્રયાગ ભોરણીયા તેમજ યુવા ટીમે આયોજનની કમાન સંભાળી હતી.ફાઈનલમાં મહેસાણાની અસાયત ઇલેવન અને મોરબીની લાયન્સ ઇલેવન વચ્ચે ભારે રસાકસીના અંતે અસાયત ઇલેવનનો વિજય થયો હતો.

વિજેતા ટીમને મોરબીના ધારાસભ્યના હસ્તે  ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યશ્રીએ વિજેતા ટીમ સહીત તમામને અભીનંદન પાઠવવા સાથે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવેલ આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી.આયોજનને સફળ બનાવવા મંડળના તમામ હોદેદારો, સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News