મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોંગ્રેસમાંથી વધુ સાત રાજીનામા


SHARE









મોરબી જીલ્લામાં કોંગ્રેસમાંથી વધુ સાત રાજીનામા

મોરબી જીલ્લા કોંગ્રેસના પમુખ તરીકે કિશોરભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવી છે ત્યાર પછીથી કોંગ્રેસમાંથી ઘણા આગેવાનોએ રાજીનામાં આવેલ છે તેવામાં વધુ સાત હોદેદાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી રાજીનામાં આપેલ છે

થોડા સમય પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે  કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું બાદ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવી લીધેલ છે જો કે, તેઓની સાથે ઘણા આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં મૂક્યા હતા અને હજુ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું ચાલુ જ છે તેવામાં વધુ સાત રાજીનામાં મૂકવામાં આવેલ છે જેમાં માળીયા તાલુકા કોંગ્રેસનાં ઉપપ્રમુખ સતીષ બાબુલ વામજા, માળીયા તાલુકા કોંગ્રેસ કારોબારી સભ્ય આશીષભાઇ હરખજીભાઈ સંધાણી, મોરબી તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દુર્લભજીભાઈ ટપુભાઈ સુરાણી, મોરબી જીલ્લા કોંગ્રેસના મંત્રી સંજયભાઈ વાલજીભાઈ કાવર, મોરબી પાલિકાના માજી પ્રમુખ અસ્મિતાબેન નવીનભાઇ કોરીંગા, મોરબી જીલ્લા કોંગ્રેસના કારોબારી સભ્ય ખોડીદાસભાઈ રૂગનાથભાઈ સંતોકી અને માળીયા તાલુકા સેવાદળના પ્રમુખ મહેશભાઈ નાથાલાલ કૈલાએ  કોંગ્રેસમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપી દીધેલ છે




Latest News