મોરબી નજીક ગોડાઉનમાંથી નસીલી સીરપ ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે: ૩ ની ધરપકડ, ૬ સામે ગુનો નોંધાયો
SHARE
મોરબી નજીક ગોડાઉનમાંથી નસીલી સીરપ ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે: ૩ ની ધરપકડ, ૬ સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકાનાં રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધવાવમાં આવેલ છે અને આ ગુનામાં હાલમાં ગોડાઉનના સંચાલક સહિત ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે અને ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર, માલ મોકલાવનાર સહિત ત્રણ શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સામેના ભાગમાં વિરાટનગર પાસે આવેલ આર ટાઇલ નામના ગોડાઉનમાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નસીલી કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને લગભગ ૨૪ કલાક સુધી તેની ગણતરી સહિતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને ગોડાઉનના સંચાલક દ્વારા માલ મોકલાવનારનો સંપર્ક કરીને તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે ડોક્ટરના લખાણ વગર નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ખરીદ કરવામાં આવી હતી અને ટ્રકમાં ચોખાની આડમાં ડ્રાઈવર અને ક્લિનર ટ્રક નંબર ટીએસ ૬ યુબી ૭૭૮૯ માં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો ભરી લાવ્યા હતા અને ગોડાઉનમાંથી Triprolidine Hydrochloride & Codeine Phosphate Cough Syrup PHENSEDYL COUGH SYRUP 100ml લખેલ ૯૦,૦૦૦ બોટલો જેનું કુલ વજન ૯૦૦ લીટર અને કિંમત ૧,૮૪,૯૩,૨૦૦ થાય છે તે માલ મળી આવ્યો હતો તે ઉપરાંત ચોખાની ૬૫૦ બોરીઓ જેનો વજન ૧૫,૭૫૦ કીલો અને કિંમત ૪,૪૧,૦૦૦, ટ્રકની કિંમત ૧૫,૦૦,૦૦૦, મોબાઇલ ફોન ૩ નંગ જેની કિંમત ૧૫,૦૦૦ અને રોકડા રૂપીયા ૭,૦૦૦ આમ કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ પોલીસે કબજે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપી અને મુદામાલ સોપીને ગુનો નોંધાવવામાં આવેલ છે
હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. હાલ રવાપર રોડ રામકો બંગ્લો પાછળ વૃંદાવન સોસાયટી વૃંદાવન પેલેસ બ્લોક નં-૩૦૧ મોરબી મૂળ મોટી મોણપરી જિલ્લો જુનાગઢ, ટ્રક નંબર ટીએસ ૬ યુબી ૭૭૮૯ નો ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. સારોલા જિલ્લો ઉસ્માનાબાદ મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. બોરાભંડ્ડા સાઇડ-૩ તાલુકો ખેરતાબાદ તેલંગણા, ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ) તાલુકો મોરબી, માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરા અને માલ મોકલનાર મોબાઈલ નં. ૮૪૧૫૮૮૩૨૭૬ નો વપરાશ કરનાર શખ્સ આમ કુલ મળીને ૬ શખ્સોની સામે એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં ગોડાઉન સંચાલક અને ટ્રકના ડ્રાઈવર તેમજ ક્લીનરને પકડવામાં આવેલ છે જો કે, ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર સહિતના આરોપીઓને પકડવા માટે પોલીસ ચક્રોગતિમાન કરેલ છે અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાને સોપવામાં આવેલ છે