મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૯૦ દર્દીઓએ લાભ લીધો


SHARE









મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૯૦ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ. ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ.ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૯૦ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૩૦ કેમ્પમાં કુલ ૯૫૯૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં જે કેમ્પ યોજાયો હતો તેનો ૨૯૦ દર્દીઓએ લાભ લીધો હતો અને તેમાંથી ૧૨૭ દર્દીઓના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ 

આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સી.ડી. રામાવત, પારસભાઈ ચગ, સંજય હીરાણી, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી  તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. અને દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાઇ છે જેનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. અને કેમ્પમા આવે ત્યારે દર્દીએ તેનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News