મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસેથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે તે એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે શિવધારા હાઇટ્સ ખાતે રહેતા મહેશગીરી મહારાજગીરી ગોસ્વામી જાતે બાબાજી (૪૨)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાલ કલરની કાર નંબર જીજે ૩૬ એએફ ૧૦૧૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાયેલ છે જેમાં મહેન્દ્રનગર ગામે આવેલા બસ સ્ટેશન પાસે ક્રાંતિ જ્યોતની સામેના ભાગમાં કાર ચાલકે બેફિકરાયથી તેની કાર ચલાવી હતી અને ફરિયાદીના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી તથા એકટીવામાં તેની સાથે બેઠેલ વ્યક્તિને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.એન. મિયાત્રા ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર પાસે સોમનાથ હોટલ ખાતે રહેતા નિર્મલાબેન કૈલાશભાઈ ભીલ (૧૮) નામની યુવતીને જમણા પગમાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઈક લઈને જઈ રહેલા જયદીપ છગનભાઈ પઢીયાર (૩૦) રહે.  સ્વામિનારાયણ નગર ચરાડવા તાલુકો હળવદ વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.એલ. પરમાર ચલાવી રહ્યા છે






Latest News