મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ખાતે નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી ખાતે નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે ક્ષમતા નિર્માણ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ આયોજન અંતર્ગત ખાસ કરીને વ્યસન મુક્તિના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આપણા સમાજમાં લગભગ મોટાભાગના યુવાનો અત્યારે તમાકુ જેવા કોઈને કોઈ પ્રકારના વ્યસનની કુટેવ ધરાવે છે. ત્યારે વ્યસનથી થતાં નુકસાન વિશે જાગૃતિ આવે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કર્મચારીઓ સાથે ક્ષમતા નિર્માણ સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હર ઘર વ્યસન મુક્ત હોવું જોઈએ તેવો છે. આપણે સૌ દેશનું ભવિષ્ય છીએઆપણે  કોઈ પણ પ્રકારના વ્યસનનો શોખ તરીકે ઉપયોગ ન કરવો જોઈએ અને બને તેટલું તેનાથી દૂર રહેવું જોઈએ. વધુને વધુ યુવાનોને જાગૃત કરી આપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો નશાને જડમૂળથી નાબૂદ કરવો પડશે. મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર દ્વારા નશામુક્ત ભારત વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર પંડ્યાએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેશન એક્ટ ૧૯૮૫ વિશે લોકોને માહિતગાર કર્યા હતાં. પ્રોબેશન ઓફિસર ડો. મિલનકુમાર પંડિતે નશામુક્ત ભારત અભિયાન પ્રસ્તુતતા અને આવશ્યકતા વિશે લોકોને માહિતગાર કર્યા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નશા મુકત ભારત અને મતદાન જાગૃતિ અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીજિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ,  જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવીબ્રહ્માકુમારી જુલીબેનજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશીકાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર મંગળુભાઈ ધાંધલપ્રોબેશન ઓફિસર ડો. મિલનકુમાર પંડિતજિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ અને મોરબીવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News