ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવમાં ૨૨ દીકરીઓના ધામધુમથી લગ્ન સંપન્ન: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા


SHARE













મોરબીમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવમાં ૨૨ દીકરીઓના ધામધુમથી લગ્ન સંપન્ન: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા

મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ  ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી શિક્ષણ તેમજ આરોગ્યની સાથે સાથે સામાજિક ઉત્થાનના ભાગરૂપે પણ સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આજે મોરબી શકત સનાળા ખાતે આવેલ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી માં આઠમા સર્વ જ્ઞાતિએ સમૂહ લગ્નનું આયોજન કરે જેમાં ૨૨ યુગલોએ પ્રભુતામાં પગલાં ભરેલ. આ યુગલોને સોના ચાંદીના દાગીનાની સાથે સાથે ઘરવખરીની તમામ સામગ્રીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી

આ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતા તરીકે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આગમન મેંટરિટી હોસ્પિટલ રાજકોટના ડોક્ટર નીતાબેન ઠક્કર, રામને ભજીલ્યો ના નામથી સેવાકીય ક્ષેત્રે ઉમદા નામ મેળવેલ જમનાદાસ બાપા (હરિહર અન્નક્ષેત્ર) તેમજ ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ દ્વારા પોતાની સામાજિક ફરજ અદા કરી હતી જ્યારે કન્યાદાન દાતા તરીકે ડોક્ટર હર્ષદ પી. મહેશ્વરી હરિઓમ ઓર્થો હોસ્પિટલ વાંકાનેર, ડોક્ટર અરવિંદ મેરજા જાનકી હોસ્પિટલ, ડોક્ટર ચંદ્રેશ વડગાસીયા શ્યામ હોસ્પિટલ, ડોક્ટર અર્જુન સુવાગિયા વરદાન હોસ્પિટલએ પોતાની સામાજિક ફરજ અદા કરી હતી તે ઉપરાંત કરિયાવર દાતા તરીકે હરિલાલભાઈ આદ્રોજા, મુકેશભાઈ ઉઘરેજા, ગીરીશભાઈ સરૈયા, નિલેશભાઈ દેસાઈ, પી.ડી. કાંજિયા, ડોક્ટર શૈલેષ પટેલ, ડોક્ટર અલ્કેશ પટેલ, ભેરવી જયકુમાર ભોરાણીયા, રવિ કુમાર ભોરણીયા તેમજ ચંદુભાઈ પરમાર દ્વારા સહયોગ આપેલ હતો અને ૨૨ દીકરીઓને ઘરવખરીની સામગ્રીમાં મામેરા દાન દાતા તરીકે કપિલભાઈ માલાણી, ભગવતી હોસ્પિટલ, નીતાબેન ઠાકર ન્યુ મુંબઈ, રમેશભાઈ સોલંકી, અજયભાઈ લોરીયા, રાજેશભાઈ પંચાસરા, રામવિલાસભાઈ યાદવડો. હિના મોરી, ડો. પરેશ લાખાણી, ડો. રાકેશ પટેલ, ડો. હિતેશ પટેલ, ડો. ભાવિક શેરસિયા, ડો. જયેશ સનારીયા, હીરાભાઈ ચાવડા, અમરશીભાઈ પરમાર, શ્રી બ્લડ સેન્ટર મોરબી, શ્રીમતી પ્રસન્નબા રાઠોડ, સ્પેનીટો લેમીનેટ, ઓવેલ લેમીનેટ, રોટલેમ્પ લેમીનેટ, સોમૈયા ટચ લેમીનેટ, ડોક્ટર હાર્દિક કણઝરિયા, ડોક્ટર વિપુલ માલાસના દ્વારા દાનનો સહયોગ આપવામાં આવેલ છે

આ સમૂહ લગ્ન શુભ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઈ ચાવડા, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, વકીલ એસો.ના પ્રમુખ એડવોકેટ દિલિપ અગેચણીયા, આગમન મેટરનિટી હોસ્પિટલ રાજકોટના ડો. નીતાબેન ઠક્કર સહિત સામાજિક આગેવાનો, મહિલા સંસ્થાઓ તેમજ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ આયોજક મંડળને અભિનંદન આપતા જણાવ્યું કે આ સમૂહલગ્નમાં લોકો આયોજન માટે આજીવન દાતા તરીકે જોડાઈ તેવી અપીલ કરી હતી અને લોકો પોતાની યથાશક્તિ મુજબ આ સમૂહલગ્ન સમિતિને પોતાનું યોગદાન આપી આજીવન દાતા તરીકે નોંધણી કરાવે તેવી અપીલ કરેલ છે આ સમૂહ લગ્ન સફળતાપૂર્વક પૂર્ણ થતા વાત્સલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠ સમૂહ લગ્ન થકી ૨૫૧ કન્યાઓ લગ્ન કરાવવામાં આવેલ છે આ સમૂહ લગ્નોત્સવના આયોજક તરીકે વાત્સલ્ય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડો. પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદની પારીઆ, મહામંત્રી જ્યોતિબેન ચાવડા, હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. હાર્દિક જેસવાણી, ડો. મિલન ઉઘરેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સાગર જેસવાણી, તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિના આયોજક ગિરધરભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર, દિપ્તીબેન સાનેપરા, દર્શનાબેન જોશી, પ્રફુલભાઈ પરમાર, ઈશાન જેસવાણી, ડોક્ટર મનું પારીઆ, ડોક્ટર કૌશિક ગોસ્વામીએ પોતાની સેવા આપી હતી.

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમૂહલગ્નમાં દરેક દીકરીને સાડી અપાઈ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીમાં યોજાયેલ  ૮ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં તમામ કન્યાઓને આશીર્વાદ રૂપે ૨૨ સાડીઓ  ભેંટ  આપવામાં આવી હતી. મુસ્કાન વેલ્ફેર સોસાયટીના હોદેદારોએ જણાવ્યુ હતું કે, આ સમૂહ લગ્નોત્સવનું આયોજન વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ  ટ્રસ્ટ મોરબી તથા હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  કરવામાં આવ્યું હતું. મોરબીના ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી શકત શનાળા ખાતે આયોજિત આ સમુહ લગ્નમાં ૨૨ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.






Latest News