હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોટો ધડાકો: મોરબીમાંથી પકડાયેલ નસીલી સિરપ કાંડનો તાર બાંગલાદેશ સુધી જોડાય તેવા સંકેત


SHARE









મોટો ધડાકો: મોરબીમાંથી પકડાયેલ નસીલી સિરપ કાંડનો તાર બાંગલાદેશ સુધી જોડાય તેવા સંકેત

મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ હતી અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે મુખ્ય સૂત્રધાર રવિ કંડીયાની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે અને પ્રાથમિઉક તપાસમાં અગાઉ મોરબી મોકલાવવામાં આવેલ નસીલી સિરપની બોટલોને સિરામિક ટાઈલ્સની આડમાં બાંગલાદેશ સુધી પહોચડવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે જેથી કરીને આંતરરાષ્ટ્રીય લેવલે નશાના કારોબારનો પર્દાફાશ થાય તેવા સંકેત મળી રહ્યા છે

મોરબીના રંગપર નજીક આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં એલસીબીની ટીમે થોડા સમય પહેલા રેડ કરી હતી અને નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો પકડ્યો હતો ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ફરિયાદ નોંધી હતી અને ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને માલ મોકલાવનાર ત્યારે મળી આવેલ ન હતા જેથી કરીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ગેરકાયદેસર રીતે નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ગોડાઉનમાં રાખનાર રવિ મહિપતભાઈ કંડિયાની પોલીસે ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે

આ ગુનામાં અગાઉ ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. મોરબી ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. તેલંગણા વાળાને પકડવામાં આવેલ હતા જે હાલમાં તા ૧૫ સુધી રિમાન્ડ ઉપર છે તેવામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ) ધરપકડ કરવામાં આવેલ છે અને આ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જે આરોપી રવિ કંડિયાને પકડવામાં આવેલ છે તેની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં પકડવાના બાકી માલ મોકલાવનાર આરોપી મસુદ આલમ સાથે બાંગ્લાદેશ પણ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે જેથી કરીને નસીલા કારોબારના આંતરરાષ્ટ્રીય લેવલે તાર જોડાશે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે જો કે, આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવે ત્યાં બાદ ઘણી નવાજૂની સામે આવે તેવી શક્યતા છે




Latest News