મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને ઉધારમાં લીધેલ માલના રૂપિયા માંગીને દુકાનદાર સહિત પાંચ શખ્સોએ મારે માર્યો: ઘર ઉપર પથ્થર ફેંકીને કરી તોડફોડ


SHARE











મોરબીમાં યુવાને ઉધારમાં લીધેલ માલના રૂપિયા માંગીને દુકાનદાર સહિત પાંચ શખ્સોએ મારે માર્યો: ઘર ઉપર પથ્થર ફેંકીને કરી તોડફોડ

મોરબી નજીકના લીલાપર રોડ ઉપર પેપર મીલની સામેના ભાગમાં રહેતા યુવાને ત્યાં આવેલ દુકાનેથી નામામાં ઉધારમાં જે માલની ખરીદી કરી હતી તે નામાના પૈસા દુકાનદારે તેની પાસે માંગ્યા હતા ત્યારે યુવાને તેની પાસે પૈસાની સગવડ નથી તેમ કહેતા દુકાનદાર સહિત બે શખ્સો દ્વારા તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ રાત્રિના સમયે લાકડી અને પાવડા જેવા હથિયાર લઈને ફરિયાદી યુવાનના ઘરે આવીને ત્યાં છુટા પથ્થરના ઘા કર્યા હતા અને ઘરમાં નુકસાની કરી હતી તેમજ ઘર મૂકીને નાસી જવા માટે થઈને તેને ગાળો આપવામાં આવી હતી તેમજ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને યુવાનને શરીરને મૂઢમાર મારીને ઇજા કરી હતી જેથી તેના પત્નીએ ફિનાઈલ જેવી દવા પી લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા ત્યારબાદ ભોગ બનેલા યુવાને દુકાનદાર સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર વીલ્સન પેપરમીલની સામેના ભાગમાં રહેતા મયુરભાઈ ઉર્ફે રવિ શીવાભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૨૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધમાભાઇ દુકાનવાળા, નિલેશભાઈ ગઢવી, નાગજીભાઈ દેગામા, રવિભાઈ દેગામા અને મિથુનભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ધમાભાઈની દુકાનેથી તેણે નામામાં જે વસ્તુ લીધી હતી તેના પૈસા તેઓએ માગ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાને તેની પાસે પૈસાની સગવડ નથી તેમ કહેતા આરોપી ધમાભાઈ અને નિલેશ ગઢવીએ તેને ગાળો આપી હતી અને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી ત્યારબાદ તા. ૧૦/૩ ના રોજ રાત્રિના સમયે પાંચેય આરોપીઓ હાથમાં પાવડા અને લાકડી જેવા હથિયારો લઈને તેના ઘર પાસે આવ્યા હતા અને ફરિયાદીના ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરીને ઘરમાં નુકસાની કરી હતી અને ઘર મૂકીને નાસી જવાનું કહીને યુવાનને ગાળો આપી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી અને લાકડી વડે યુવાનને પગમાં સાથળના ભાગે તેમજ છાતી અને વાસાના ભાગે માર મારી ઇજા કરી હતી અને યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જેથી કરીને તેના પત્ની જ્યોતિબેને ફિનાઈલ જેવી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દુકાનદાર સહિત કુલ પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમાં શનિ અરવિંદભાઈ પાટડીયા (૨૧) નામના યુવાને રાત્રિના ૧૧ વાગ્યાના સમયે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા છે અને રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી પ્રમાણે યુવાન અપરણિત છે અને ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરે છે અને તેને પથરીનો દુખાવો હોય તેમજ આર્થિક સકળામણ હોય કયા કારણોસર તેને પગલું ભરેલ છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા વર્ષાબેન હિતેશભાઈ તાવિયાડ (૨૦) નામની મહિલાએ રમણીકભાઈની વાડીએ હતી ત્યારે ભૂલથી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલ છે






Latest News