મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર


SHARE











મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર

મોરબીમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયેલ હતો તેની બહેનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીઓએ તેના વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી યુવતીનો ભાઈ કાનાભાઈ જીવાભાઈ સવસેટાની દીકરીને ભગાડી ગયો હતો ત્યાર બાદ ફરિયાદી યુવતી તેની માતા મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા તેના મામાના ઘરે જતાં રહ્યા હતા જેથી આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવતી તેમજ તેની માતા અને તેની મામી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી તેમજ કાનાભાઈજયદીપભાઇ અને વિક્રમભાઈએ ફરિયાદી યુવતીને ઢસડીને ગાડીમાં લઈ જઈને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી કાનાભાઈ જીવાભાઇ સવસેટા, જયદીપ જીવણભાઇ સવસેટા, વિક્રમ રાજાભાઈ સવસેટા, જયેશ ઉર્ફે જયલો દેવાયતભાઈ બાબરીયા અને અશોક ઉર્ફે મુન્નાભાઈ દેવાણંદભાઈ જીલરીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીએ તેના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે પાંચેય આરોપીઓના ૨૦- ૨૦ હજારના શરતી જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર પાસેથી જાણવા મળેલ છે






Latest News