ટંકારાને નગરપાલિક આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત: સાંસદ-ધારાસભ્યની રજૂઆત ફળી
Morbi Today
મોરબીની તાલુકા શાળા નંબર-૨ ની ૧૬૨ દીકરીઓને આત્મ રક્ષણ માટે તાલીમ આપાઈ
SHARE
મોરબીની તાલુકા શાળા નંબર-૨ ની ૧૬૨ દીકરીઓને આત્મ રક્ષણ માટે તાલીમ આપાઈ
પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર-૨ માં સરકારની યોજના રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમનો લાભ ધો. ૬ થી ૮ ની ૧૬૨ કન્યાઓને મળેલ છે અને માર્શલ આર્ટ ટ્રેનર લીબાસીયા પરાગ દ્વારા કન્યાઓને ઇમરજન્સી મુશ્કેલી આવી પડે ત્યારે આત્મ રક્ષણ માટે સ્વ બચાવ કેમ કરવો તેની ૩૬ દિવસની તાલીમ આપવામાં આવી હતી જેમાં કોમ્બો ૧, કોમ્બો ૨ કરાટે ના વિવિધ દાવ અને આપણામાંથી વધૂ મજબૂત, જાડા,મોટા, લાંબા વ્યક્તિ સામે આપણો સ્વ બચાવની અલગ અલગ ટ્રિક શિખવેલ હતી આ તાલીમ પૂર્ણ કરનાર ૧૬૨ કન્યાઓને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા અને આ તાલીમથી વિદ્યાર્થીનીઓના આત્મવિશ્વાસમાં વધારો થયેલ છે









