મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે સગીરાના અપહરણ-બળાત્કારમાં આરોપીની ધરપકડ


SHARE













 

મોરબીના જાંબુડીયા ગામે સગીરાના અપહરણ-બળાત્કારમાં આરોપીની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે રહેતા મૂળ અમરેલીના પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનેલ સગીરાના પિતા દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ બાદ પીઆઇએ અપહરણ-બળાત્કાર, પોકસોના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામના વતની અને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડિયા ગામે રહીને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની સગીર વયની દીકરીનું ગત તા.૪-૭ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મૂળ હળવદના ઢોરા વિસ્તાર લાંબીદેરીનો રહેવાસી અને હાલ મોરબીના જાંબુડીયા-મકનસરની સિમમાં લાભુ લાલજી અગોલાની વાડીએ રહેતો કાળુ લાભુ ધામેચા કોળી નામનો ૨૨ વર્ષીય શખ્સ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયેલ હોય પરિવાર દ્વારા તેઓની ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ સગીરાની ભાળ ન મળતાં અંતે ભોગ બનેલ સગીરાના પિતા દ્રારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ જેથી તાલુકા પીઆઈ એમ.આર.ગોઢાણીયાએ અપ્હત સગીરાની ભાળ મેળવવા અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગઇકાલે અપ્હરણ કરનાર કાળુ લાભુ ધામેચા કોળી (૨૨) ની અપહરણ-બળાત્કાર, પોકસોના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે રહેતા રંજનબેન વાસુદેવભાઈ કુનપરા નામની ૪૯ વર્ષીય મહીલી બાઈકમાં જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થઇ ગયું હતું જે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ રંજનબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા મગનભાઈ અરજણભાઇ રાણીપા નામના ૪૭ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે શક્તિ પ્લોટ એચડીએફસી બેંક નજીક બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થયેલા મગનભાઈ રાણીપાને સારવારમાં ખસેડાયા હતા.




Latest News