મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

નેચરલ ગેસના ભાવ વધારાની અસર: મોરબીની તમામ સિરામિક પ્રોડક્ટના ભાવમાં ૨૦ ટકાનો વધારો કરાયો


SHARE













નેચરલ ગેસના ભાવ વધારાની અસર: મોરબીની તમામ સિરામિક પ્રોડક્ટના ભાવમાં ૨૦ ટકાનો વધારો કરાયો

મોરબીની આસપાસના વિસ્તારમાં વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉધોગ આવેલા છે અને અહીંથી બનતી સીરામીકની પ્રોડક્ટને દેશના જુદા જુદા રાજ્યોમાં તેમજ વર્લ્ડમાં મોકલવામાં આવતી હોય છે જોકે નેચરલ ગેસના ભાવમાં તાજેતરમાં તોતિંગ વધારો કરવામાં આવેલ છે ત્યારે મોરબીની તમામ સિરામિક પ્રોડક્ટના ભાવમાં હાલમાં ૨૦ ટકાનો વધારો કરવા માટેનો નિર્ણય કરવામાં આવેલ છે અને આ ભાવ વધારો તાત્કાલિક અસરથી જ અમલમાં મૂકવામાં આવેલ છે તેવું હાલમાં મોરબી સિરામિક ઓસો.ના પ્રમુખ પાસેથી જાણવા મળી રહ્યું છે.

 

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા તાજેતરમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલી વધી છે કેમ કે, મોટાભાગના ઉદ્યોગકારો એડવાન્સમાં ઓર્ડર લઈને વેપારીઓને માલ પૂરો પડતા હોય છે જેથી એડવાન્સમાં લેવામાં આવેલા ઓર્ડર ગેસના જુના ભાવ પ્રમાણે ટાઈલ્સની પડતર કીમત નક્કી કરીને લેવામાં આવ્યા હોય છે ત્યારે ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવતા ઉદ્યોગકારો હેરાન થઇ ગયેલ છે જોકે, સિરામિક ઉધોગને ટકાવવા માટે ટાઇલ્સ અને સિરામિક પ્રોડકટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય છે.

હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવેલ છે તે પહેલા રોમટીરીયલ્સ, ટ્રાન્સપોર્ટેશન અને પેકેજીંગના ભાવ પણ વધી ગયા છે જેથી  મોરબીના સિરામિક ઉધ્યોગ ઉપર દૈનિક કરોડોનું ભારણ વધી રહ્યુ છે આ સમયે ટાઇલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે હાલમાં મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા ગેસના ભાવમાં વધારો થયો છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સિરામિકની તમામ પ્રોડક્ટમાં સંયુક્ત રીતે ભાવ વધારો કરવાનું નક્કી કર્યું છે અને લગભગ ૨૦ ટકા જેટલો ભાવ વધારો સિરામિક પ્રોડક્ટ ઉપર કરવામાં આવેલ છે અને તેની અમલવારી સિરામિક ઉદ્યોગકારો દ્વારા ગ્રાહકોને જાણ કરીને શરૂ પણ કરી દેવામાં આવી છે.

મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિયેશનના માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સીરામીકની અંદર વપરાતા રો-મટીરીયલ તેમજ ગેસના ભાવની અંદર છેલ્લા દિવસોની અંદર ખૂબ જ વધારો થયો છે. જેથી કરીને હાલમાં સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે. ત્યારે મોરબીના સિરામિક ઉધોગને ટકાવી રાખવા માટે ટાઇલ્સના ભાવમાં વધારો કરવામાં આવે તે અનિવાર્ય હતો જેથી કરીને હાલમાં ત્રણ રૂપિયા કરતાં વધુનો ભાવ વધારો પ્રતિ ફુટે કરવામાં આવ્યો છે.

મોરબી સિરામિક સેનેટરી વેર્સ એસોસિયેશનના પ્રમુખ કિરીટભાઇ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના સભ્યોની સાથે ચર્ચા કરીને સિરામિક પ્રોડક્ટનો ભાવ વધારો કરવાનો નિર્ણય કરેલ છે અને આગામી દિવસોમાં નેચરલ ગેસના ભાવ વધારો થયો છે તેવી શક્યતા છે ત્યારે હજુ પોન સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવામાં આવે તો નાવાઈ નથી હાલમાં સરેરાશ ૨૦ ટકા જેટલો ભાવ વધારો સિરામિક પ્રોડક્ટમાં કરેલ છ




Latest News