મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રાત્રિ દરમિયાન એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તોડીને તસ્કરો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આ બાબત મીડિયા દ્વારા ઉજાગર થયાને ૨૪ કલાક થવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે ચોરી અંગેની કોઇ પોસીસ ફરિયાદ નોંધાવા પામેલ નથી..!

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મહેન્દ્રનગર ચોકડી પાસે જેતપર રોડ જવાના રસ્તા પાસેના શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રાત્રિ દરમિયાન ધામાં નાખીને એકી સાથે ૧૫ જેટલી દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા અને નાની-મોટી રકમની ચોરી કરવામાં આવી હતી.આ સમગ્ર બનાવો બાબતે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયાને ૨૪ કલાક જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી..! અત્રે નોંધનીય છે કે આ ચોરીની ઘટના જે જગ્યાએ બની તે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૩૦૦ મીટર જેટલા અંતરે જ બનાવ બનેલ છે આના ઉપરથી પોલીસના નાઈટ પેટ્રોલીંગ કઈ રીતે ચાલતા હશે તે બાબત ઉજાગર કરવાની રહેતી નથી.અત્રેએ પણ નોંધનીય છે કે મોરબી જિલ્લાની અંદર મોટા ભાગે ચોરીની ઘટનાઓ કે જેમાં બાઈક ચોરી હોય કે ઘરફોડ ચોરી હોય, દુકાન ચોરી હોય, ખેતર કે સીમ ચોરી હોય તેમાં મોટાભાગે બનાવને "બર્કિંગ" કરવામાં આવતા હોય છે અને મોટાભાગે ફરિયાદ નોંધવામાં આવતી નથી (શું આ રીતે ક્રાઈમ રેટ ઘટે..? કે તસ્કરોને પકડવાથી ક્રાઇમ રેટ ઘટે..?) તે નરી વાસ્તવિકતા છે અને જેના પગલે સમયાંતરે ચોરીના બનાવો પણ વધી રહ્યા છે તસ્કરોને અહીં મોરબીમાં મોકળુ મેદાન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.




Latest News