મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાશે


SHARE











મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાશે

હાલની પરિસ્થિતિમાં ઝેરી અનાજ, શાકભાજી, ફળ આદિ ખાવાથી ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઇ રહેલ છે. આ બાબતને ગંભીરતાથી લઇને આપણા વડાપ્રધાન  તથા રાજ્યપાલ પણ ચિંતિત છે. અને આ સમસ્યાના નિરાકરણ માટે પ્રાકૃતિક ખેતી માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતી આપણા સ્વાસ્થ્ય  માટે તો જરૂરી છે જ સાથે સાથે જમીન, ગૌમાતા, ખેડૂત, ગામડું અને પર્યાવરણની રક્ષા માટે પણ અનિવાર્ય  છે. 

મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા  તથા આવી ખેતી કરતા લોકોને પ્રોત્સાહન આપવા તથા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રાકૃતિક ખેતી વિષયક શિબિરનું આયોજન જરૂરી છે અને આગામી તા. ૨૧/૩/૨૦૨૪ ને ગુરુવારના રોજ મધૂરમ ફાઉન્ડેશન, મોરબી દ્વારા કૃષિવિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી માટેની શિબિરનું આયોજન કરેલ છે. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા લોકો ભાગ લઇ શકશે. અને સવારે ૯ થી ૧૨.૩૦ વાગ્યા સુધી આ શિબિર યોજાશે અને તેના માટે રજિસ્ટ્રેશન ૯૪૨૬૨૩૨૪૦૦ ઉપર ફોન કે વોટસએપ દ્વારા કરાવવાનું છે આ શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે અંદાજીત ૬૦ થી ૭૦ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે. અને નિષ્ણાંતો દ્વારા નિશુલ્ક માર્ગદર્શન તથા સાહિત્ય આપવામાં આવશે. આત્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ, નિષ્ણાંતો, પ્રાકૃતિક ખેતીના સંયોજક તથા પર્યાવરણ નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. હાજર ખેડૂતોને મધૂરમ ફાઉન્ડેશન  તરફથી દશ પ્રકારના દેશી શાકભાજીનું બિયારણ પણ ફ્રી આપવામાં આવશે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવો જાણવામાં આવશે. અને સ્થળ પર પ્રાકૃતિક કૃષિ તથા અન્ય  ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ કરવાનું આયોજન છે. તેવું પ્રાણજીવન કાલરીયાએ જણાવ્યુ છે






Latest News