મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જ્ઞાનસેતુ-જ્ઞાનસાધના પરીક્ષાની તૈયારી માટેના તાલીમ વર્ગની ડીડીઓએ લીધી મુલાકાત


SHARE









મોરબીમાં જ્ઞાનસેતુ-જ્ઞાનસાધના પરીક્ષાની તૈયારી માટેના તાલીમ વર્ગની ડીડીઓએ લીધી મુલાકાત

મોરબીમાં આવેલ આંબાવાડી સી.આર.સી. ખાતે દરેક શાળાના પ્રથમ અને દ્વિતીય નંબર આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પરીક્ષાની પૂર્વ તૈયારી માટે દર રવિવારે તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે તે તાલીમ વર્ગનું સંચાલન સીઆરસી કોર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા દ્વારા તથા વર્ગનું શૈક્ષણિક કાર્ય સીઆરસી ની સમાવિષ્ટ શાળાઓના વિષય નિષ્ણાંત અને સુનંદા શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે આ તાલીમ વર્ગમાં રવિવારે ડીડીઓ જે.એસ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર આવ્યા હતા અને આંબાવાડી વર્ગની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડેલ હતું તેમજ હાજર સ્વયંસેવક શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો ઉત્તમ દેખાવ કરે તે માટેના પ્રયત્નો અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપેલ હતી




Latest News