મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા પાસે ટ્રક ચાલકે એસટી બસને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ મુસાફર સારવારમાં


SHARE







હળવદના દેવળીયા પાસે ટ્રક ચાલકે એસટી બસને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ મુસાફર સારવારમાં

માળીયા હળવદ રોડ ઉપર આવેલ દેવળીયા ગામના પાટીયા પાસેથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે તેની સાથે ટ્રક ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બસમાં બેઠેલા પેસેન્જરને ગરદનની પાછળના ભાગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે એસટી બસના ડ્રાઇવર દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી ,અહીથી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધારોલી ગામે રહેતા અને એસટી બસમાં ડ્રાઇવિંગનું કામ કરતા દિનુભાઈ દેવાભાઈ રાઠવા (૪૦) એ હાલમાં ટાટા ટ્રક નંબર જીજે ૧૨ બીએક્સ ૮૭૧૯ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ દેવળીયા ગામના પાટીયા પાસે પરિશ્રમ પેટ્રોલ પંપની ૪૦૦ મીટર આગળથી એસટી બસ લઈને તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પૂર ઝડપે અને બેફિકરાઈથી તેનું વાહન ચલાવીને એસટી બસની સાથે તેનો ટ્રક અથડાવ્યો હતો. જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બસની અંદર બેઠેલા મુસાફર શર્માભાઈ જામસિંગ રાઠવા રહે. બેડીયા મધ્યપ્રદેશ વાળાને ગરદનના ભાગે ઇજાઓ થઇ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં એસટી બસના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતો રાહુલ જગદીશભાઈ ટીડાણી (૨૫) નામનો યુવાન બાઇક લઈને ત્રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેથી તેને ડાબા હાથ અને જમણા પગે ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી






Latest News