મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણી અન્વયે હથિયાર ધારકોને હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું પ્રસિદ્ધ


SHARE







મોરબી જીલ્લામાં ચૂંટણી અન્વયે હથિયાર ધારકોને હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં તા. ૨૩/૦૩/૦૨૦૨૪ સુધીમાં જમા કરાવી દેવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે લોક સભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા નિવારક પગલાના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવા જરૂરી હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા. આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેંચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેંચાણ કરશે તો પણ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહી. આ આદેશ અન્વયે ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવે છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/અર્ધ સરકારી સંસ્થાઓ બેંક કોર્પોરેશન સહિતના નામે જે હથિયાર પરવાનો ધરાવતા તેમને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરવામાં મુક્તિ આપવામાં આવે છે. 

ઔદ્યોગિક એકમો, એકમો ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતાના પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેંકો, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવાથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિક્યુરિટી ગાર્ડન તેઓને જે એજન્સ/એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી એકમનું ફોટોગ્રાફ સાથેનો ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે તેમજ જે તે સંબંધીત એજન્સી એકમના અધિકૃત અધિકારીશ્રી આવા સિક્યુરિટીગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમ અનુસાર ચકાસણી કરી લેવાની રહેશે. શૂટિંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાયફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધ માંથી મુક્તિ આપવામાં આવશે. આ જાહેરનામું ૧૫/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે






Latest News