મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી: રીષામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા વેવાઈ વેલા દ્વારા યુવતીની માતા ઉપર કુહાડી વડે હુમલો


SHARE







મોરબી: રીષામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા વેવાઈ વેલા દ્વારા યુવતીની માતા ઉપર કુહાડી વડે હુમલો

મોરબીના શનાળા ગામ પાસે આવેલ શનાળા ચોકડીએ મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા માટે રાજકોટથી આવેલા વેવાઈ વેલા દ્વારા યુવતીની માતા ઉપર કુહાડી વડે હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત મહિલાને મોરબી અને બાદમાં રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા ગામ પાસે આવેલ શનાળા ચોકડી નજીક રહેતા મંગુબેન કાળુભાઈ વાઘેલા નામના ૪૧ વર્ષીય મહિલા ઉપર કુહાડી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત હાલતમાં મંગુબેનને અહીંની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.રાજકોટ ખાતે ખસેડાયેલા મંગુબેન વાઘેલા સારવાર હેઠળ હોય અને ત્યાં તેઓએ સામાવાળા તરીકે સાગરભાઇ, બહાદુરભાઇ અને નાગજી બહાદુરભાઈ નામના ત્રણ ઇસમો સામે ફરિયાદ દર્શાવી હતી.જેમા તેઓએ જણાવ્યા પ્રમાણે તેમની દીકરી રિસામણે તેમના ઘરે હોય તેણીને તેડવા માટે સામેવાળાઓ કેજે રાજકોટ રહેતા હોય તેઓ તેમની દીકરીને તેડવા માટે આવ્યા હતા જોકે તે વાતમાં બોલાચાલી ઝઘડો થતાં સામેવાળાઓએ મંગુબેન ઉપર કુવાડી વડે રાત્રિના બારેક વાગ્યાના અરસામાં હુમલો કર્યો હતો.હાલ બનાવના પગલે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પ્રભાતભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ભડીયાદ ગામ ખાતે સામસામે મારામારીમાં સાતને ઈજા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓની હદમાં આવતા ભડીયાદ રોડ ઉપરના જીવરાજ પાર્ક વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં સાત લોકોને મારામારીમાં ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે અનિતાબેન કાનજીભાઈ મુછડીયા (૧૮), કાનજીભાઈ શામજીભાઈ મુછડીયા (૪૩), જતીન કાનજીભાઈ મુછડીયા (૨૧), જયંતીભાઈ કલાભાઈ વોરા (૫૦) હરેશભાઇ ભલાભાઇ અંબાલીયા (૪૩), કાજલબેન જયંતીભાઈ વોરા (૨૨) અને રંજનબેન જયંતીભાઈ વોરા (૪૫) નામના વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે દઇ જવાયા હતા.આ બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા મારામારીના કારણ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા વસંતભાઈ અરવિંદભાઈ પરમાર નામના ૪૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તે બાઈક લઈને ઇસનપુર ગામે વાડી વિસ્તારમાંથી જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સહિત નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા રાયધનભાઈ નારણભાઈ જારીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધને ગજડી ગામે આવેલ હનુમાન મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા સમયે બાઇકમાંથી નીચે પડી જતા ઇજા પામતા સારવાર માટે તેઓને પણ મોરબી લાવવામાં આવ્યા હતા.ઉપરોક્ત બંને બનાવોની હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને સંલગ્ન પોલીસ મથક ખાતે આ બાબતે જાણ કરી હતી.






Latest News