મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારો પાસેથી વાર્ષિક ડિમાન્ડ મેળવી સસ્તો ગેસ આપવાનો પ્રયાસ એટ્લે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ


SHARE

















ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારો પાસેથી વાર્ષિક ડિમાન્ડ મેળવી સસ્તો ગેસ આપવાનો પ્રયાસ એટ્લે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ

ગુજરાત ગેસ લિમિટેડે (GGL) વિશ્વનિ સૌથી મોટા સિરામિક ક્લસ્ટરના લાભાર્થે પ્રોપન લિંકેડ ગૅસ પ્રાઇસની આગવી પહેલ કરેલ છે અને હાલમાં અહીના ઉદ્યોગકારોને એક મહિના અને ત્રણ મહિનાના કરાર કરીને નેચરલ ગેસ આપવામાં આવે છે જો કે, આગામી સમયમાં જો અહીના ઉદ્યોગકારો દ્વારા વાર્ષિક કરાર કરીને ગેસ લેવામાં આવશે તો તે સો ટકા પ્રોપન ગેસના ભાવ કરતાં કાયમી ધોરણે નીચે હશે તેવું હાલમાં અધિકારી જણાવી રહ્યા છે અને હાલમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સિરામિક ગ્રાહકો પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EoI) માટે આમંત્રિત કરવામાં આવેલ છે અને અહીના ગ્રાહકની ડિમાન્ડ આવશે તેના આધારે ઇન્ટર નેશનલ માર્કેટમાં કરાર કરશે જેથી કરીને મોરબીના ગ્રાહકોને કાયમી ગેસ સસ્તા મળશે

ભારતના એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો ૬.૫ ટકાથી વધારી ૨૦૩૦ સુધીમાં ૧૫ ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેથી ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડવા મુદ્દે પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાત ગેસ લિમિટેડે વિવિધ પહેલો મારફત વિવિધ કસ્ટમર સેગમેન્ટમાં નેચરલ ગેસના ઉપયોગને આક્રમક રીતે પ્રોત્સાહન આપી રહી છે. જે નેચરલ ગેસના વપરાશને પ્રોત્સાહન ઉપરાંત ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદરૂપ થશે. વિશ્વમાં ટોચના સિરામિક ઉત્પાદકો પૈકી એક મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાઓ સિરામિક ક્લસ્ટર છે, જે ભારતના સિરામિક પ્રોડક્ટ્સ માર્કેટમાં ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. નેચરલ ગેસ સતત સિરામિક ગ્રાહકો માટે પસંદગીના ઇંધણમાંનું એક છે કારણ કે તેના અંતર્ગત પર્યાવરણને અનુકૂળ, પાઈપલાઈન નેટવર્ક દ્વારા અવિરત પુરવઠો, કોઈ લોજિસ્ટિક્સની આવશ્યકતા વગેરે અનેક લાભો થાય છે. ગુજરાત ગેસ લિમિટેડનું પાઈપલાઈન નેટવર્ક મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાઓમાં તેના અધિકૃત વિસ્તારમાં સ્થિત લગભગ તમામ સિરામિક ગ્રાહકો સાથે જોડાયેલું છે. સામાન્ય રીતે સિરામિક ઉત્પાદનોની અંતિમ ઉત્પાદન કિંમતમાં ઈંધણ ખર્ચનો હિસ્સો ૩૦ ટકા છે અને તેથી ઉત્પાદકો માટે કોઈપણ મોટા પડકારોને ટાળવા માટે બળતણ (એટલે કે નેચરલ ગેસ) ખર્ચ માટે વાજબી અંદાજ છે.

ગ્રાહકોને નેચરલ ગેસના ભાવ અંદાજો પર સ્પષ્ટતા આપવા માટે ગુજરાત ગેસ લિમિટેડે મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારના સિરામિક ગ્રાહકો પાસેથી એક્સ્પ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ” (EoI) આમંત્રિત કરશે. જેમાં ગ્રાહકોએ નેચરલ ગેસનો જથ્થો જણાવવાનો રહેશે. અને અને મોરબી સહિત બંને જિલ્લામાંથી જે ગ્રાહકો આવશે તેની પાસેથી મળેલ ડિમાન્ડ આધારે આગામી સમયમાં ઇન્ટર નેશનલ માર્કેટમાં ગેસ માટે કરાર કરવામાં આવશે અને તેના આધારે નેચરલ ગેસની કિંમત નક્કી કરવામાં આવશે તેમજ કરારની મુદત હાલમાં જે માત્ર એક મહિના અને ત્રણ મહિનાની છે તે આગામી સમયમાં એક વર્ષ સુધીની કરવામાં આવશે તેમ છે જેના માટેની તમામ માહિતી આગામી સમયમાં ગુજરાત ગેસ લિમિટેડની વેબ સાઇટ ઉપર સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે જે ગ્રાહકોને ગુજરાત ગેસ લિમિટેડને જથ્થો નક્કી કરવામાં મદદ કરશે. તે ગ્રાહકોને ભવિષ્યમાં ગુજરાત ગેસ લિમિટેડ તરફથી પ્રોપેન ગેસ કરતાં સરેરાશ સસ્તા ભાવે ગેસનો જથ્થો મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

હાલમાં ગુજરાત ગેસ લિમિટેડ મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારના સિરામિક ગ્રાહકોને 4mmscmd થી વધુ નેચરલ ગેસનો સપ્લાય કરે છે અને આ એક્સ્પ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ”  સાથે 3mmscmd વોલ્યુમ ઉમેરવાની અપેક્ષા છે. ભારતમાં મુખ્ય ઔદ્યોગિક ક્લસ્ટરોમાંના એકસિરામિકને ગ્રાહક કેન્દ્રિત સોલ્યુશન્સ આપવા માટે આ વ્યવસ્થા ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ છે હાલમાં ગુજરાત ગેસ લિમિટેડ ભારતની ટોચની સીટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન કંપની છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશ ઉપરાંત દાદરા અને નગર હવેલી સહિત છ રાજ્યોમાં ૪૪ જિલ્લાઓમાં કાર્યરત છે. અને કંપની પાસે ૩૮,૦૦૦ કિમીથી વધુની ગેસ પાઇપલાઇનના નેટવર્ક દ્વારા ૩ દાયકાથી વધુ સમયથી નેચરલ ગેસનો અવિરત પુરવઠો પૂરો પાડવાનો સફળ ટ્રેક રેકોર્ડ છે. કંપની ૮૦૦ થી વધુ સીએનજી સ્ટેશન ચલાવે છે અને ૨૦.૫ લાખથી વધુ ઘરો, ૧૪,૯૦૦ થી વધુ કોમર્શિયલ ગ્રાહકો અને ૪૩૦૦ થી વધુ ઔદ્યોગિક ગ્રાહકોને જોડ્યા છે.






Latest News