મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ દવા પી લેતા સારવારમાં ખસેડાઇ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિનંદન એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને થાઇરોઇડની બીમારી હોવાથી કંટાળીને તેણીએ દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા રચનાબેન ધ્રુવભાઈ (૨૭) નામની પરણીતાએ દવા પી લીધી હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રચનાબેનને થાઇરોડની બીમારી હોવાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું તેમના પરિવરજનો પાસેથી જાણવા મળેલ છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આ બાબતે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હીથ ધરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા ભક્તિરામ પ્રભુદાસ નિમવત (૭૨) વર્ષના વૃદ્ધ ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.સ. ડાંગર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા કુદરસિંગ મગનભાઈ (૩૫) નામના યુવાનને મારામારીમાં ઈજા થઈ હતી જેથી કરીને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા મોહનભાઈ અરજણભાઈ (૫૦) નામના આધેડને જુના સદુકા ગામ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા નવઘણભાઈ કુંડાભાઈ સુરેલા (૫૮) અને નરેશ નવઘણભાઈ સુરેલા (૨૧) નામના બે વ્યક્તિઓનો મારામારીમાં ઈજા પામનાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એ.મ. જાપડીયા ચલાવી રહ્યા છે 






Latest News