મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અનઅધિકૃત રીતે સિક્યુરિટી એજન્સી ચલાવનાર શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં અનઅધિકૃત રીતે સિક્યુરિટી એજન્સી ચલાવનાર શખ્સની ધરપકડ

મોરબીમાં અનઅધિકૃત રીતે સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રાજપર રોડે આવેલ આનંદ પાર્ટી પ્લોટમાં મોરબીના વજેપરમાં રહેતા કમલેશભાઈ નરશીભાઈ પરમાર જાતે સતવારા (૪૫) એ ૧૦ દિવસ સુધી સિક્યુરિટીના ગાર્ડ પૂરા પડ્યા હતા અને આ શખ્સ પાસે સિક્યુરિટી એજન્સી ચલાવવા માટે કોઈ લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું જેથી તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ શિવ પાર્ક-૧ માં રહેતા સાગરજી પરાગજી ઠાકોર (૨૫) નામના યુવાનને બાઈકમાંથી નીચે પડી જતા ઈજા થઈ હતી જેથી ઇજા કરીને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા હીનાબેન નવઘણભાઈ ડુંગરા (૨૩) નામની મહિલાને તેના પતિ દ્વારા ઘરે પટા વડે માર મારવામાં આવતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી ખાતે લઈને આવ્યા હતા અને સારવાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિકાસરામ શ્રીમહારાજસિંહ (૨૮) અને કમલેશભાઈ સમસુભાઈ (૪૦) રહે. હડમતીયા વાળાને હડમતીયા નજીક વાહન અકસ્માતના બનાવમાં આવી ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

જોડીયા તાલુકાના અંબાલા ગામે રહેતા નરસીભાઈ મોતીભાઈ (૭૦) નામના વૃદ્ધ મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે રોડ ઉપર બાઈકમાંથી જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇકમાંથી નીચે પડી જતા તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે






Latest News