મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

હનીટ્રેપ: મોરબીના રવાપર પાસે રહેતા કોન્ટ્રાકટરને મળવા બોલાવીને યુવતી સહિત પાંચ શખ્સોએ 23.50 લાખ પડાવ્યા


SHARE













હનીટ્રેપ: મોરબીના રવાપર પાસે રહેતા કોન્ટ્રાકટરને મળવા બોલાવીને યુવતી સહિત પાંચ શખ્સોએ 23.50 લાખ પડાવ્યા

મોરબીના 50 વર્ષીય સિરામિક કોન્ટ્રાકટરને એક માસ પહેલાં અજાણી મહિલાનો ફોન આવ્યા બાદ તેને કાગવડ મળવા પહોંચેલા પ્રૌઢ કોન્ટ્રાકટરને શરીર સબંધ બાંધવાનું કહેતાં તેને સબંધ બાંધવાની ના પાડતા જ ટોળકીના ચાર શખ્સો બાઇકમાં ઘસી આવ્યા હતા અને કોન્ટ્રાકટરને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી નાસી છૂટ્યા હતાં. આ બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. જો કે મોરબીમાં સિરામિક કોન્ટ્રાકટરને એક મુલાકાત 23.50 લાખમાં પડી હતી

બનાવ અંગે મોરબી કેનાલ રોડ પર રવાપરમાં આવેલ ગોકુળ એપાર્ટમેન્ટમાં રહેતાં ભરતભાઇ ભીખાભાઈ કારોલીયા (50) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ક્રિષ્ના નામની યુવતી તેમજ ચાર અજાણ્યાં શખ્સોના નામ આપતાં સુલતાનપુર પોલીસે આઇપીસી 120 (બી), 388, 342, 323 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીને મોરબીમા આવેલ સીરામીક ટાઇલ્સ કંપનીમા લેબર કોન્ટ્રાકટ છે. તેમજ મોરબીમાં આવેલ એડોરેશન સીરામીકની કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે કામ કરે છે. તેઓ એકાદ મહીના પહેલાં બપોરના સમયે મોરબી કારખાને હાજર હતાં ત્યારે તેમને ફોન આવેલ અને શારદાબેન છે ? એવુ પુછેલ જેથી રોંગ નંબર છે તેમ કહી ફોન કાપી નાખેલ હતો. થોડી વાર  ફરી વખત તે નંબરમાથી ફોન આવેલ જેથી ફોન ઉપાડી રોંગ નંબર છે તેમ કહી ફોન કાપી નાખેલ હતો.

બીજા દિવસે બપોરના સમયે ફરીથી તે નંબરમાથી તેને ફોન આવેલ અને કહેલ કે, ફોન કાપતા નહીં જેથી તેનું નામ પુછતા તેનુ નામ ક્રીષ્ના જણાવેલ અને પટેલ જ્ઞાતીની તેમજ સુલતાનપુર રહેતી હોવાનુ જણાવેલ હતું. આશરે દશેક મીનીટ જેટલી વાતચીત થયેલ બાદ પાંચ-છ દિવસ તે નંબર પરથી બપોરના સમયે તે ફોન કરતી હતી. ત્યારબાદ અન્ય નંબર ઉપરથી તે ફોન કરતી અને દરરોજ દસ-પંદર મીનીટ વાતો કરતી અને મારી સાથે પ્રેમ સબંધ રાખો અને મળવા આવો તેમ કહેતી અને પંદરેક દિવસ વાત થતાં ફરિયાદી તેની વાતમા ફસાઈ ગયેલ અને મને મળવા બોલાવતા તેઓએ હા પાડતાં કાગવડ ખોડલધામ મંદિરે મળવા બોલાવેલ હતાં

ગઇ તા. 4/3/2024 ના તેઓ આરોપી મહિલાને  મળવા મોરબીથી સવારના આઠેક વાગ્યે કાર લઈ  એકલો નીકળેલ અને ખોડલધામ મંદિરે પહોંચી ફોન કરતા મહિલા મંદિરના ગેઇટની સામે દુકાનો વાળી લાઇનમા રોડ ઉપર ઉભેલ હોવાનુ કહ્યું હતું. જેથી તેઓ ગાડી લઈ તેની પાસે ઉભી રાખેલ અને તે  ગાડીમા આગળ બેસી ગયેલ બાદ ગાડી આગળ થોડે દુર રસ્તા ઉપર લઇ જવાનુ કહેતા ગાડી ત્યાથી ચલાવી આગળ જલારામ બાપાની વાડીના ગેઇટથી ડાબી બાજુ રસ્તો આવેલ હતો ત્યા જતા ડાબી બાજુ વાડી ના રસ્તે લઇ જઇ અને ગાડી ઉભી રખાવેલ. બાદમાં તે પાછળની સીટ પર જતી રહેતાં તેઓ પણ પાછળની સીટ પર જતાં મહિલા તેના કપડા ઉતારવા લાગેલ જેથી તેને ના પાડતા ત્યારે જ પાછળથી બે બાઇકમાં ચાર અજાણ્યાં શખ્સો ગાડી પાસે આવી ગયેલ અને તેમાથી એક વ્યક્તિ આ મહિલાને તેના બાઈક પર બેસાડી જતો રહેલ અને બીજા ત્રણ વ્યક્તીઓ કારમાં બેસી ગયેલ અંદાજીત 30 થી 35 વર્ષના શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા અને કહ્યું હતું કે, આ ક્રીષ્ના અમારી ભાણેજ છે અને ત્રણેક દિવસથી ઘરેથી જતી રહેલ છે.

જે બાદ ફરિયાદીએ તેમને જવા દેવાનુ કહેતા ગાળો આપવા લાગેલ અને જવા દીધેલ નહી તેમજ પાછળની સીટમા બેસાડી રાખી તેમાથી એક શખ્સ કાર ચલાવવા લાગેલ અને લીલાખા ગામ બાજુના રસ્તે લઇ ગયેલ અને કહેલ કે, 35 લાખ રૂપીયા આપ નહી તો મારી ભાણેજ સાથે બળાત્કાર કરેલના કેસમા તને ફસાવી દઇશ અને રૂપીયા નહી આપ તો તને જાનથી મારી નાખશું કહેતાં તેઓ ડરી ગયેલ અને ત્યાંથી બચવા માટે તેઓએ તેમના ભાઈઓને ફોન કરી દવાખાનાના કામમાં એક જગ્યાએ રૂપીયા આપવાના છે જેથી તાત્કાલીક આંગડીયુ કરાવો જેથી તેમનાં ભાઇઓએ અંગળીયા મારફતે રૂપિયા મોકલતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવેલ વી.પટેલ પેઢીમા દશ લાખનુ આંગડીયુ આરોપીએ કહેલ કે, વધારે રૂપીયા મંગાવ નહીં તો તને જવા નહી દઈએ જેથી બીજા દસ લાખ તેમજ વધું સાડા ત્રણ લાખ પી.એમ. આંગડીયામા મંગાવેલ જે રૂપીયા આરોપીઓએ લઇ લીધેલા અને કહ્યું હતું કે, જો આ વાત કોઇને કરીશ તો બળાત્કારના કેસમા ફસાવી બદનામ કરી નાખીશુ તેમ ધમકાવી ગોંડલ માર્કેટ યાર્ડના ગેઇટ બહાર લાવી ગાડીમાથી ઉતરી પૈસા લઇ નાસી છૂટ્યા હતાં. દમાં ફરિયાદી પોતે પણ મોરબી ઘરે આવતાં રહેલ બાદ તેમના ભાઈઓને બનાવની વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી સુલતાનપુર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ આર.જે. જાડેજા અને ટીમે મહિલા સહિત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.






Latest News