મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ધંધા માટે જીપીએસ ટ્રેકરનો કરતાં ઉપયોગ !: હાઈટેક બુટલેગરનો ૧.૫૧ કરોડનો દારૂ કબ્જે, ૨૧ સામે ફરિયાદ


SHARE













મોરબીમાં દારૂના ધંધા માટે જીપીએસ ટ્રેકરનો કરતાં ઉપયોગ !: હાઈટેક બુટલેગરનો ૧.૫૧ કરોડનો દારૂ કબ્જે, ૨૧ સામે ફરિયાદ

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા મોડી રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૬૧૧૫૨ દારૂની બોટલો જેની કિંમત ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને ,૨૦ કરોડનો મુદામાલ કબ્જે કરીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને ૨૧ આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપીઓ જીપીએસ ટ્રેકર સિસ્ટમનો પણ ઉપોયોગ કરતાં હતા અને ત્યાં ગોડાઉન સુધી આવેલ વાહનમાં જીપીએસ હોવાની જાણ થતાની સાથે જ આરોપીઓ માલ મૂકીને ભગવા જતાં હતા ત્યારે અમદાવાદના લીસ્ટેડ બુટલેગરના ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે નાસભાગ મચી ગઈ હતી 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ લાલપર એસ્ટેટમાં સાન્વી  ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂનો જથ્થો તેમજ વાહનો મળી આવ્યા હતા જેથી પોલીસે કરોડો રૂપિયાનો મુદામાલ કબજે કરેલ હતો વધુમાં મળી રહેલ માહિતી મુજબ લાલપર ગામ પાસે છેલ્લા ૭ મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા ગોડાઉનને ભાડે રાખવામાં આવ્યું હતું અને આ ગોડાઉનની અંદર રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે સંપર્કમાં રહીને દારૂનો જથ્થો મંગાવવામાં આવતો હતો અને અમદાવાદનો બુટલેગર રાજસ્થાનના બુટલેગરો સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો મોરબી જીલ્લામાં કરી રહ્યો હતો અને આ ગોડાઉનેથી જીમિત પટેલ અને તેની ગેંગ દ્વારા દારૂનો જથ્થા હળવદ, વાંકાનેર, થાન ચોટીલા અને મોરબી વિસ્તારમાં સપલાઈ કરવામાં આવતો હતો

આ ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી રમેશ પુંજા પટણી (૩૭) રહે. ચિત્રોડા, તાલુકો રાપર કચ્છ, ખીયારામ ઉર્ફે ખીવારાજ રોનારામ જાટ (૨૭) રહે બાડમેર, રાજસ્થાન, ગંગાપ્રસાદ રામપ્રસાદ કેવટ (૨૨) રહે. શ્રીરામ ગોડાઉન લાલપર મોરબી, મુકેશ માલા ગમારા (૩૨) રહે માથક હળવદ, જગસેન હરિલાલ કેવટ (૩૨) રહે. શંકરગઢ મધ્યપ્રદેશ, શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ (૨૦) રહે. શ્રીરામ ગોડાઉન લાલપર, આકાશ સત્યનારાયણ કેવટ (૨૦) રહે. શ્રી રામ ગોડાઉન, સતેન્દ્રકુમાર રામમિલન કેવટ (૨૧) રહે હેવા મધ્યપ્રદેશ, વિનોદકુમાર દુર્ધજન લાલ કેવટ (૩૦) રહે. હેવા મધ્યપ્રદેશ, રવિશંકર રામલખન કેવટ (૨૨) રહે.રેવા મધ્યપ્રદેશની ધરપકડ કરાઈ છે. અને હાલમાં મોરબીમાં જે રેડ દરમ્યાન એસએમસીબની ટીમે ગોડાઉનમાંથી ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ, અઢી લાખની રોકડ, ૭૦ હજારની કિંમતના ૧૦ મોબાઈલ ફોન, બે ટ્રક, બે બોલેરો પીકઅપ વાહન, એક કાર મળી ૬૬.૫૦ લાખ અને કુલ મળીને ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કરેલ છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબી નજીક પાંચ મહિનાથી ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ (રહે. હરિપાર્ક સોસાયટી સુખરામનગર, ગોમતીપુર અમદાવાદ, રાજસ્થાનના રાજારામ મારવાડી અને ભરત મારવાડી તેમજ ઉમેશ બેનીવાલ, થાનનો મેહુલ અને સુખપરના રાજુ મુસ્લીમ નામનો વ્યકિતઑ તેમજ જે વાહનોને કબ્જે લેવામાં આવેલ છે તેના માલિકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ અને તેની ગેંગ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરતી હતી એટ્લે કે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને કોઈ તેના ગોડાઉન સુધી આવી ન જાય તેના માટે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ કરતાં હતા અને ગઇકાલે જે વાહનો દારૂના કટિંગનો માલ લેવા માટે આવ્યા હતા તે પૈકીનાં એક વાહનમાં જીપીએસ સિસ્ટમ લગાવેલ હોવાની ગોડાઉનના સંચાલક આરોપી રમેશ પુંજા પટણીના ધ્યાને આવતા તેઓ કરોડો રૂપિયાનો માલ મૂકીને ત્યાંથી ભગવા જતાં હતા ત્યારે જ એસએમસીની ટીમે રેડ કરી હતી હતી કરીને થોડી વાર માટે નાશભાગ મચી ગયેલ હતી તેવું પોલીસમાં ચર્ચાઇ રહ્યું છે






Latest News