મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ


SHARE









મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ

આગામી ૨૪ માર્ચના રોજ હોળી તથા ૨૫ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહી તેમજ અસામાજિક પ્રવૃતી અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર માટે તા. ૨૪ અને ૨૫ ના રોજ કોઇપણ ઇસમ અથવા ઇસમોને જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર),  રંગ મિશ્રિત પાણી, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા, કાદવ, કેમિકલ યુક્ત રંગો અથવા તૈલી પદાર્થ કે તૈલી વસ્તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો કે વાહન ઉપર ફેંકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર, કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈ પણ પ્રવૃતિ કરવા પર તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.






Latest News