મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા રાજકોટ કલેકટર પ્રભવ જોષી


SHARE









મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા રાજકોટ કલેકટર પ્રભવ જોષી

લોકસભાની ચૂંટણી અન્વયે રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૬-ટંકારા તેમજ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બાબતે બેઠક યોજી ચૂંટણી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણીની વિધિવત તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૬-ટંકારા તેમજ ૬૭-વાંકાનેર મતવિસ્તાર બાબતે રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી. પ્રભવ જોષીએ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે ચૂંટણી બાબતે કરવામાં આવેલી તૈયારીઓ, વિવિધ કામગીરી, નોડલ અધિકારીઓ અને મતદાન મથકો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. ઉપરાંત તેમણે જિલ્લા ચૂંટણી તંત્રને માર્ગદર્શન આપી વિવિધ સુચનો કર્યા હતા. આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, રાજકોટ અધિક ચૂંટણી અધિકારી એન.કે. મુછાર, મોરબી નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા અને એસ.એચ. સારડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News