માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં રણછોડનગરની પાછળના ભાગમાં આવેલ નિધિપાર્કમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી રોડ ઉપર વહે છે જેની પાલિકામાં અનેક વખત રજૂઆત કરેલ છે તો પણ તેનો ઉકેલ આવતો નથી જેથી સ્થાનિક લોકો મોરબીના કલેકટર પાસે પહોચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો સમસ્યા હવે ઉકેલાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના નિધિપાર્કમાંથી ગયેલા લોકોએ આપેલ આવેદનપત્રમાં લખ્યું છે કે, મોરબીના ગોર ખીજડીયા રોડ નિધિપાર્ક આવેલ છે તેમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટે વર્ષો પહેલા ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી હતી. જેની સફાઈ કરવામાં આવી નથી જેથી કરીને ત્યાં ભૂગર્ભ ભરાઈ ગયેલ છે અને ગંદુ પાણી સોસાયટીમાં રસ્તા ઉપર વહે છે જેથી લોકોને ગંદકિની વચ્ચે જ રહેવું પડે છે આ સમસ્યા માટે અનેક વખત પાલિકામાં રજૂઆત કરેલ  છે તો પણ કોઈ કામ કરતું નથી અને લોકો હેરાન છે ત્યારે હવે આ પ્રશ્ને ઉલેકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે






Latest News