મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને હળવદમાં પરણીતાનો આપઘાત


SHARE







મોરબીમાં યુવાન અને હળવદમાં પરણીતાનો આપઘાત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે હળવદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં જમ્પલાવીને પરણીતાએ આપઘાત કર્યો હતો આમ આપઘાતના બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર ત્રણમાં રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ ઈન્દરીયા જાતે દેવીપુજક (૩૬) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મૃતકના માતા કંચનબેન પરસોતમભાઈ ઇન્દરિયા જાતે દેવીપુજક (૬૦) રહે લાયન્સ નગર વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે જ્યારે હળવદમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે રહેતા કેસરબેન ઉર્ફે રાજલબેન અરવિંદભાઈ ઇટોદરા જાતે કોળી (૨૬) નામના મહિલાએ હળવદ જીઆઇડીસી પાછળના ભાગમાં આવેલ નર્મદાની કેનાલમાં જમ્પલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુકેશભાઈ ઝીંઝુવાયા (૨૮) રહે મોરબી દરવાજા પાસે હળવદ વાળાએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આપઘાત બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News