મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય
Breaking news
Morbi Today

હોળીના દિવસે જ હોળી: હળવદના ઢવાણા ગામે અગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખીને સામસામે મારામારી, હવે બંને પક્ષેથી ફરિયાદ


SHARE













હોળીના દિવસે જ હોળી: હળવદના ઢવાણા ગામે અગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખીને સામસામે મારામારી, હવે બંને પક્ષેથી ફરિયાદ

હળવદ તાલુકાનાં ઢવાણા ગામે અગાઉ કરવામાં આવેલ ફરિયાદનો ખાર રાખીને હોળીના દશૅન કરવા માટે ગયેલ યુવાન અને તેના પરિવારજનોની સાથે બોલાચાલી કરી હતી ત્યાર બાદ બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ સહિતના બંને પક્ષના વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા અશ્વીનભાઇ વજાભાઇ દુધરેજીયા જાતે તળપદા કોળી (૨૩)એ હાલમાં અશ્વીનભાઇ પ્રવિણભાઇ સાકરીયા, સંજયભાઇ દિનેશભાઇ સાકરીયા, અજયભાઇ ધીરજભાઇ સાકરીયા, ભરતભાઇ ગોવિંદભાઇ સાકરીયા, અમરશીભાઇ મોહનભાઇ સાકરીયા, રમેશભાઇ ઠાકરશીભાઇ છોગાળા અને દિનેશભાઇ જેઠાભાઇ સાકરીયા રહે. બધા ઢવાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદી ઉપર આરોપી અજયભાઇની બેને છેડતીની ફરીયાદ કરેલ હોય જેના મનદુઃખના કારણે આરોપી અશ્વીનભાઇ પ્રવિણભાઇ સાકરીયા, સંજયભાઇ દિનેશભાઇ સાકરીયા, અજયભાઇ ધીરજભાઇ સાકરીયા અને ભરતભાઇ ગોવિંદભાઇ સાકરીયાએ ફરીયાદી હોળીના દશૅન કરવા માટે ગયેલ હતા ત્યાં જઇ એક સંપ કરી ફરીયાદીને ઢીંકા પાટુનો મુઢમાર મારીને ફરીયાદના ઘરની શેરીમા આરોપીઓએ આવીને આરોપી સંજયભાઇ દિનેશભાઇ સાકરીયાએ લાકડાના ધોકા વતી સાહેદ સરોજબેનને કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા આરોપી અમરશીભાઇએ સાહેદ દક્ષાબેનને માથાના ભાગે ધોકા મારીને ઇજા કરી હતી તો રમેશભાઇ  અને દિનેશભાઇએ સાહેદ વેરશીભાઇને લોખંડના પાઇપ વતી માથાના ભાગે તથા પીઠના ભાગે માર મારીને ઇજા કરેલ છે અને આરોપી દિનેશભાઇએ સાહેદ માનસંગભાઇને લોખંડના પાઇપ વડે માર મારીને જમણા હાથે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ સાત શખ્સોની સામે યુવાને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪૩૨૩૫૦૪૧૧૪ તથા જી.પી.એકટ- ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો સામા પક્ષેથી ઢવાણા ગામે રહેતા મનસુખભાઇ અમરશીભાઇ સાકળીયા જાતે કોળી (૪૦)એ હાલમાં મહેશભાઇ વેરશીભાઇ દુધરેજીયા, માનસંગભાઇ ખુશાલભાઇ દુધરેજીયા, અશ્વિનભાઇ વજાભાઇ દુધરેજીયા, પ્રવિણભાઇ વજાભાઇ દુધરેજીયા, મકાભાઇ વેરશીભાઇ દુધરેજીયા, નિકુલભાઇ માનસંગભાઇ દુધરેજીયા, વેરશીભાઇ મગનભાઇ તમામ રહેઢવાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી મહેશભાઇ વેરશીભાઇ દુધરેજીયા, માનસંગભાઇ ખુશાલભાઇ દુધરેજીયા, અશ્વિનભાઇ વજાભાઇ દુધરેજીયા અને પ્રવિણભાઇ વજાભાઇ દુધરેજીયાએ આવીને ફરીયાદીની ભત્રીજીએ અગાઉ ફરીયાદ દાખલ કરેલ જે બાબતે મનદુ:ખ રાખી ફરીયાદીને તથા સાહેદોને અગાઉ ખોટો ગુન્હો દાખલ કેમ કરાવેલ તેમ કહી ગાળો બોલાવા લાગ્યા હતા અને ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી મહેશભાઇએ આવેશમા આવીને ફરીયાદીના પિતાને લોખંડની પાઇપનો એક ઘા ડાબા હાથ ઉપર મારીને ઇજા કરી હતી અને આરોપી માનસંગભાઇએ તેમના હાથમા રહેલ લાકડાનો ધોકો ફરીયાદીના પિતાને ડાબા હાથે મારી ફેકચર જેવી ગંભીર ઈજા કરેલ હતી અને આરોપી અશ્વિનભાઇએ ફરીયાદીને માથાના ભાગે ડાબી બાજુ તલવારનો ઘા મારી ઇજા કરી લોહી કાઢેલ હતું જેથી ફરીયાદીની પત્નિ વચ્ચે પડતા આરોપી પ્રવિણભાઇએ તેના હાથમા રહેલ લાકડી વડે ફરીયાદીની પત્ની ભાવનાબેનને ડાબા હાથ ઉપર એક ઘા મારી ઇજા કરી હતી અને ફરિયાદીના કુંટુંબી ભાઈ મુકેશભાઈ તથા ભાભી સવિતાબેન આવીને આ કામના આરોપીઓને સમજાવવા જતા આરોપી પ્રવિણભાઇએ મુકેશભાઈને માથાના ભાગે એક લાકડાનો ઘા મારી લોહી કાઢી ઈજા કરેલ હતી અને બાકીના આરોપીઓએ આવીને પહેલા આવેલા ચાર આરોપીઓનું ઉપરાણું લઈને ફરીયાદી અને સાહેદોને ગાળો બોલીને માર માર્યો હતો જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪૩૨૫૩૩૭૫૦૪૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News