મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ: દારૂની મોંઘીદાટ ૩ બોટલ સાથે એકની ધરપકડ


SHARE







મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ: દારૂની મોંઘીદાટ ૩ બોટલ સાથે એકની ધરપકડ

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ આરોપી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૬૩૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

૩ બોટલ દારૂ

મોરબી નજીક નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચર પાસે સીરામીક પ્લાઝા સામેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની મોંઘી દાટ ત્રણ બોટલો મળી આવતા પોલીસે ૨૫૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કૌશિકભાઈ ભાણજીભાઈ રંગપરિયા જાતે પટેલ (૩૬) રહે ઉમા વિલેજ મહેન્દ્રનગર ગામ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં કાનજીભાઈ સુરેલાના ઘર ની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા કુંવરબેન નરસિંહભાઈ અખીયાણી ૬૫, ઝરીનાબેન આમદભાઈ કટીયા ૪૦, સીધણીયા જયાબેન હસુભાઈ ૫૦, ગુલાબબેન રોહિતભાઈ બજાણીયા ૨૫ અને કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા ૨૨ રહે બધા ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૩૫૦ નો રોકડ કબજે કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News