મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પચ્ચીસ વારિયામાં બાઇક રસ્તા વચ્ચે આડુ મૂકવા બાબતે યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના પચ્ચીસ વારિયામાં બાઇક રસ્તા વચ્ચે આડુ મૂકવા બાબતે યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પચ્ચીસ વારિયામાં બાઇક રસ્તા ઉપર આડુ મૂક્યું હતું તે બાબતે યુવાન સાથે બોલાચાલી કરીને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા સિરાજ ગુલામહુસેન સુમરા (૨૫) નામના યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હનીફભાઈ શાહમદાર, ગફારભાઈ શાહમદાર અને બીજા બે અજાણ્યા શખ્સો રહે. બધા પચ્ચીસ વારિયા વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેનું મોટરસાયકલ પચ્ચીસ વારીયામાં રસ્તા ઉપર પડેલ હતું તે બાબતે તેની સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ સારવાર લીધા બાદ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે કેનાલ નજીક આવેલ કલર સ્ટોન ઇન્ડસ્ટ્રીઝમાં દીપક પપ્પુભાઈ કોલ (૨૩) નામના યુવાનને અજાણ્યા માણસો દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા હાલત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળ વધુ તપાસ જશપાલસિંહ ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના રામગઢ કોઇલી ગામે રહેતા ભાયોભાઈ અણસીભાઈ વાસકલે (૩૦) નામનો યુવાન દિનેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરે છે જે ભૂલથી ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News