મોરબી જિલ્લા એલસીબીનો ચાર્જ એમ.પી. પંડ્યા અને તાલુકાનો ચાર્જ એન.આર.મકવાણાને સોપાયો
મોરબીના નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ, સ્વભંડોળમાં થયેલ ગોલમાલની તપાસ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
SHARE
મોરબીના નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ, સ્વભંડોળમાં થયેલ ગોલમાલની તપાસ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારબાદ ભાજપની બોડીને સુપર સીડ કરવામાં આવી ત્યાં સુધીમાં જે કામો કરવામાં આવેલ છે તે તમામ કામોની તમામ તપાસ કરવામાં આવે અને ૪૫-ડી હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની રિકવરી કરવામાં આવે તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને નગરપાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીકળ્યું છે અને સ્વભંડોળની જે ગોલમાલ કરવામાં આવી છે તેની તટસ્થ તપાસ કરીને તે પૈસાની રિકવરી થાય તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા હાલમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે છાશવારે ધારાસભ્ય સહિત નગરપાલીકાના વહીવટદાર તેમજ ચીફ ઓફીસરના અખબારી નિવેદનો આવે છે કે નગરપાલીકાની તીજોરી તળીયા ઝાટક છે અને લોકોએ કરવેરા ભરી દેવા જોઈએ. ખરી વાત છે કરવેરા ભરી દેવા જોઈએ. પરંતુ નગરપાલીકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે અને બત્રીસ કરોડ જેવું સ્વભંડોળ હતુ તે ક્યાં વપરાયું છે. તેની તપાસ કરવામાં આવી નથી. ત્યારે કાયદાનો દંડો ઉગામીને લોકોની મિલ્કતો સીલ કરીને કરવેરાની વસુલાત કરવામાં આવી રહી છે. તે લોકાશાહી સાથે સુસંગત નથી.જેથી જરૂરી તપાસ કરીને ગેરરીતી આચરીને જે નગરપાલીકાના નાણાં ગેરવલ્લે ગયા છે તે તમામ નાણાંની વસુલાત કરવામાં આવે તેવી માંહ કરેલ છે જેમા ખાસ કરીને નગરપાલીકામાં ૪૫-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે. તેમાં ઘણા કામ થયા નથી. તેના બીલ ચુંકવાઈ ગયા હોય તેવી લોકોની ફરીયાદ છે. પરંતુ લોકોની આવી વાત સાંભળવા તમારે કાન નથી. ત્યારે આ ૪૫-ડી હેઠળ ૧૦૦% કામ કર્યુ હોય તો પણ તે ગેરકાયદેસર છે. કેમ કે મોરબી શહેરમાં કુદરતી કે માનવ સર્જીત કોઈ આપતી નહોતી કે નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક યોજી ન શકાય. તેમ છતાં ૪૫-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે અને તે હેઠળ વાપરવામાં આવેલી ગ્રાન્ટની રકમ વસુલવામાં આવે અને નગરપાલીકાની તિજોરીમાં જમા કરવામાં આવે તેવી માંગ કરેલ છે
નગરપાલીકા વિસ્તારમાં લોકોના ઘરની ભો-ખાળ સાફ કરવા માટે નગરપાલીકાનું વાહન આવે છે અને સાફ કરી જાય છે અને આ વાહન ચાલક જે તે ઘરના માલીક પાસે રૂા. ૧૨૦૦/- સ્થળ ઉપર જ વસુલ કરે છે અને તેની પહોંચ પણ આપવામાં આવતી નથી. તો ખરેખર ભો-ખાળ સાફ કરવાનો ચાર્જ શું છે ? અને ખરેખર વસુલાત કરવામાં આવી છે તે રકમ સાથે સંસંગત હોય તો પહોંચ કેમ આપવામાં આવતી નથી? જાન્યુઆરી-૨૦૨૪ થી આજ સુધીમાં આવી ભો-ખાળ સાફ કરવા અંગે વસુલ કરેલ ચાર્જ અંગે તપાસ કરવામાં આવે, આ ઉપરાંત ઝુલતો પુલ તુટ્યો તે પહેલા નગરપાલીકાએ જે જે કામ કર્યા છે તેના ફળ કે સુવિધા શહેરની જનતાને મળી નથી. તો આ પર (બાવન) બેઠક ભાજપે જીતીને ચાર્જ સંભાળ્યો ત્યારથી બોડી સુર૫સીડ થઈ ત્યાં સુધીના કરેલા વિકાસના કામોની તપાસ કરવામાં આવે અને જે કામ આજે કોઈ રીતે સુવિધાયુકત ન હોય તો તેવા કામોના ચુકવાણાના બીલની રકમ વસુલ કરવામાં આવે અને આવી એજન્સીઓને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે, મોરબી શહેરમાં પંચાસર રોડ અને રવાપરમાં આર.સી.સી. રોડની કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત અન્ય કામો પણ થઈ રહ્યા હોય, કોઈ કામ ઉપર કામની વિગત દર્શાવતુ બોર્ડ લગાવવામાં આવ્યુ નથી. તો તાત્કાલીક આવી વિગત દર્શાવતા બોર્ડ લગાવવા. જેથી જનતા જાણી શકે કે રોડની કામગીરી કેવી થઈ રહી છે. જો આ રજુઆતને ગંભીરતાથી ધ્યાને લઈ નગરપાલીકાની ગેરકાનુની રીતે વપરાયેલ ગ્રાન્ટની વસુલાત કરવામાં નહી આવેેતો શહેરની જનતા અને કાર્યકરોને સાથે લઈને જન-આંદોલન કરવાની જિંદગી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા વિચારવામાં આવી છે









