હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે
Breaking news
Morbi Today

હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબૂત બનાવીશ: વૃદ્ધાશ્રમમાં કલેકટરની હાજરીમાં શપથ લેવાયા


SHARE







હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબૂત બનાવીશ: વૃદ્ધાશ્રમમાં કલેકટરની હાજરીમાં શપથ લેવાયા

મોરબી જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી, આયોજનો તેમજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝનને મતદાન બાબતે જાગૃત કરવાના હેતુથી મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ઉપસ્થિત સિનિયર સિટીઝનોને મતદાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મતદાન એ મહાદાન છે અને મતદાન કરવો તે આપણો અધિકાર છે અને મતદાન અવશ્ય કરવું જ જોઈએ તેમજ નાગરિકોને જણાવ્યું હતું કે, તમારે કોઈપણ પ્રશ્ન કે હક બાબતે રજૂઆત કરવી હોય તો મતદાનની ફરજ પણ અદા કરવી જરૂરી છે. આગામી ૭ મેના રોજ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને જરૂરથી મતદાન કરવા અને આસપાસના લોકોને પણ પ્રેરણા આપવા જણાવ્યું હતું. નાગરિકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ અને જે કોઈ નાગરિકની ઉંમર ૮૫ કે તેથી વધુ છે તેઓ પોતાના સ્થળ પર જ મતદાન કરી શકશે તેવી વ્યવસ્થા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા

અગ્રણી પી.વી.રાઠોડ દ્વારા મતદાન અંગે જણાવ્યું હતું કે,"લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય મહત્વનું હોય છે. બહુમૂલ્ય મતદાનની કિંમત સમજાવી ઉપસ્થિતોને બીનચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને અંતમાં સમાજ કલ્યાણ અધિકારીશ્રી વૈશાલીબેન જોષીએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર કે.બી.ઝવેરી, સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતા, મોરબી શહેર મામલતદાર જયવંતસિંહ વાળા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર તથા સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.






Latest News