મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે રહેતા યુવાને અગાઉ કરેલ એટ્રોસીટીની ફરિયાદનો ખાર રાખીને તેની હત્યા કરવાનો પ્રયાસ


SHARE









હળવદના જુના દેવળીયા ગામે રહેતા યુવાને અગાઉ કરેલ એટ્રોસીટીની ફરિયાદનો ખાર રાખીને તેની હત્યા કરવાનો પ્રયાસ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા યુવાને અગાઉ કરેલ એટ્રોસિટીની ફરિયાદનો ખાર રાખીને કારમાં આવેલા શખ્સ દ્વારા તેના બાઈક સાથે કારને અથડાવીને અકસ્માત કરવામાં આવ્યો હતો જેમાં યુવાનને ડાબા હાથની કોણી પાસે તથા ડાબા પડખાના ભાગે ઇજાઓ થઈ હતી અને મારી નાખવાની કોશિશ કરી હતી અને યુવાનને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી એટ્રોસિટીનો કેસ પાછો ખેંચી લેજે નહિતર હવે સાવ માથે ગાડી ચડાવીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાણ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આંબેડકરનગરમાં રહેતા શૈલેષભાઈ હરિભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૩૪) એ સબીર હારુનભાઈ કટીયા જાતે મિયાણા રહે. જુના દેવળીયા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યું છે કે તે પોતાનું બાઈક લઈને જુના દેવળીયા ગામે આવેલ પટેલ સમાજની વાડીના ગેટ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે આરોપી સબીર હારુનભાઈ કટીયા સામે અગાઉ વર્ષ ૨૦૧૮ માં એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે અને તે કેસમાં ફરિયાદી યુવાને સમાધાન ન કરતા તે બાબતનું મન દુઃખ રાખીને આરોપીએ તેની સ્વીફ્ટ ગાડી ફરિયાદી યુવાનના બાઈક સાથે અથડાવી હતી અને અકસ્માત કર્યો હતો ત્યારે ફરિયાદીને ડાબા હાથની કોણી પાસે અને ડાબા પડખામાં ઇજાઓ થઈ હતી અને તેને મારી નાખવાની કોશિશ કરેલ છે તથા ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહીને એટ્રોસિટીનો અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર સાવ માથે ગાડી ચડાવીને જાનથી મારી નાખીશ તેવી ધાક ધમકી આપી હતી અને આરોપી ત્યાંથી નાશી ગયો હતો હાલમાં ભોગ બનેલા શૈલેષભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેર સોસાયટીમાં રહેતો યસ ભીખાભાઈ પરેચા (૧૯) નામનો યુવાન મોરબીના સનાડા રોડ ઉપર આવેલ રામચોકના ઢાળ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક આડે ગાય ઉતરતા ગાય સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં યશ પરેચાને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News