મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

સમયને તમે માન આપો, એટલે સમય તમને માન આપશે: મોરબીના ઉદ્યોગકારોને સ્ટ્રેસ મેનેજમેન્ટના કાર્યક્રમમાં જ્ઞાનવત્સલ સ્વામીની ટકોર


SHARE









સમયને તમે માન આપો, એટલે સમય તમને માન આપશે: મોરબીના ઉદ્યોગકારોને સ્ટ્રેસ મેનેજમેન્ટના કાર્યક્રમમાં જ્ઞાનવત્સલ સ્વામીની ટકોર

મોરબીમાં આવેલ બીએપીએસ સ્વામિ નારાયણ મંદિરે જ્ઞાનવત્સલ સ્વામીની હાજરીમાં "ઘર બને મંદિર અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઇફ" જુદાજુદા પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલા કહ્યુ હતુ કે "ઘરસભા રોજ કરવી જોઇએ" જો તેને અનુસરવામાં આવે તો સૌ ટકા દરેક ઘર મંદિર બની જશે તેવો આત્મવિશ્વાસ લોકોને આપ્યો હતો ત્યારબાદ મોરબીના સીરામીક એસોસિએશન સહિતના વિવિધ એસોસિએશનના સભ્યો, ઉદ્યોગકારો અને જુદા જુદા સંગઠનના લોકો સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઇફ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જ્ઞાનવત્સલ સ્વામીએ ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે “સમયને તમે માન આપો એટલે સમય તમને માન આપશે” અને નાની નાની વાતોને ધ્યાનમાં લેવી નહીં અને નીતિમત્તા સાથે જીવન જીવવું તો સ્ટ્રેસ આવશે જ નહીં. 

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે છેલ્લા ઘણા વર્ષોથી બીએપીએસ સંસ્થાનું નવુ મંદિર બની રહ્યુ છે તેના સભાખંડમાં જ્ઞાનવત્સલ સ્વામીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા વર્તમાન સમયમાં ઘર દિવસેને દિવસે તુટી રહ્યા છે તે મુદાને ધ્યાને રાખીને ઘર બને મંદિર વિષય ઉપર જ્ઞાનવત્સવ સ્વામીએ પ્રવચન આપ્યુ હતુ અને ઘણા બધા દ્રષ્ટાંત આપ્યા હતા તેની સાથોસાથ તેમણે કહ્યુ હતુ કે, પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલા કહ્યુ હતુ કે "ઘરસભા રોજ કરવી જોઇએ" જો તેને અનુસરવામાં આવે તો સૌ ટકા દરેક ઘર મંદિર બની જશે તેમા શંકાને કોઇ સ્થાન નથી તેવો લોકોને આત્મવિશ્વાસ આપ્યો હતો ત્યારે બાદ મોરબી સિરામિક એસો. દ્વારા ઉધોગકારો માટે જ્ઞાનવત્સલ સ્વામીની હાજરીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઇફ ના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમા મોટી સંખ્યામાં ઉધોગકારો જોડાયા હતા. 

આ તકે જ્ઞાનવત્સલ સ્વામીએ મોરબી સિરામિક એસો.ના ઉદ્યોગકારો સહિતના પેપર મીલ, મીઠા ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમજ પ્રબુદ્ધ નાગરિકોને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઇફ ઉપર પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી કેટલાક દ્રષ્ટાંગો આપીને સ્ટ્રેસ મુક્ત કઈ રીતે રહી શકાય તેની  સમજણ આપી હતી અને સ્ટ્રેસ મુક્ત જીવન કઈ રીતે બનાવી શકાય તેના માટેની ઘણી બધી ચાવીઓ પણ આપી હતી જે પૈકી નાની નાની બાબતો જે અત્યારે લોકો પોતાના મનમાં અથવા તો ધ્યાનમાં લેતા હોય છે તેને ધ્યાનમાં ન લેવા માટે થઈને કહ્યું હતું તેમજ જે કોઈ પણ ધંધો કરતા હોય તેમાં ખોટું લાંબો સમય ચાલશે નહીં એટલે નીતિમત્તા સાથે જો પોતાના ધંધા રોજગાર કરશે તો સો ટકા તેઓ સ્ટ્રેસ મુક્ત રહેશો..

અંતમાં જ્ઞાનવત્સલ સ્વામીએ સમયની સાથે તાલ મિલાવવા માટે ઉદ્યોગકારોને ટકોર કરીને કહ્યું હતું કે “તમે સમયને માન આપો, એટલે સમય તમને સો ટકા માન આપશે અને જીવનમાં સમયનો સજાગતા પૂર્વક ઉપયોગ કરવાની ટેવ પાડવી તેમજ કોઈની પણ ઈર્ષા ન કરવી તેવી પણ ટકોર કરી હતી આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, કીરીટભાઈ પટેલ અને વિનોદભાઇ ભાડજા તેમજ આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેશિયા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, મોરબી મીઠા ઉદ્યોગના આગેવાન દિલુભા જાડેજા, મોરબી જિલ્લા બિલ્ડર એસો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયા સહિતના અનેક આગેવાનો, ઉદ્યોગકારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ક્કારયકરાંનની  સફળ બનાવવા હરિ સ્વમરણજી અને સેવકવૃંદએ ભારે જેહમત ઉઠાવી હતી.






Latest News