મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

નવો ધડાકો: મોરબીમાં દારૂનું નેટવર્ક ચલાવવા ખોટી નંબર પ્લેટ, બીજાના નામના સીમકાર્ડનો કરતો ઉપયોગ, વધુ એક આરોપીની ધરપકડ


SHARE









નવો ધડાકો: મોરબીમાં દારૂનું નેટવર્ક ચલાવવા ખોટી નંબર પ્લેટ, બીજાના નામના સીમકાર્ડનો કરતો ઉપયોગ, વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉન ભાડે રાખીને દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું જો કે, એસએમસીની ટીમ દ્વારા રેડ કરીને તે ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કરીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં ૬ આરોપી જેલ હવાલે કરવામાં આવેલ છે અને ચાર આરોપી રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જેની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી હોવાનું પોલીસમાં ચર્ચાઇ રહ્યું છે અને આ ગુનાની તપાસ કરી રહેલા મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ પાસેથી મળતી માહિતી મુજબ વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી અને બીજાના નામના સીમકાર્ડનો ઉપયોગ કરતાં હતા અને હજુ મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે તે પકડાયા પછી હજુ ઘણા ખુલાસા થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશ્યોકતી નથી

અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા લાલપર ગામ પાસે છેલ્લા પાંચ મહિનાથી ગોડાઉનને ભાડે રાખીને ત્યાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારીમાં દારૂનો જથ્થો લઈ આવવામાં આવતો હતો અને દારૂનો ધંધો મોરબી જીલ્લામાં ગોડાઉન ભાડે રાખીને ત્રણ જીલ્લામાં કરવામાં આવતો હતો આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોરબીના લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ, અઢી લાખની રોકડ, ૭૦ હજારની કિંમતના ૧૦ મોબાઈલ ફોન, બે ટ્રક, બે બોલેરો પીકઅપ વાહન, એક કાર મળી ૬૬.૫૦ લાખ અને કુલ મળીને ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કરવામાં આવ્યો હતો જો કે, માલ મંગાવનારા અમદાવાદનો બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ તેમજ તેના બે ભાગીદાર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સહિતના ૧૧ આરોપીઓ આ ગુનામાં પકડવાના બાકી હતા આ ગોડાઉન સુધી પોલીસ ન પહોચે તે માટે ભેજાબાજ બુટલેગર દ્વારા જીપીએસ ટ્રેકર, મોબાઈલ જામર સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ પહેલા સામે આવ્યું હતું અને માલ લેવા કે મૂકવા આવેલા વાહન ચાલકને ગોડાઉન સુધી આવવા દેવામાં આવતા ન હતા.

આ ગુનાની તપાસ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી પંડ્યાને સોપવામાં આવેલ છે અને પકડાયેલા ૧૦ પૈકીનાં ૬ આરોપી જેલ હવાલે થયેલ છે જો કે, હાલમાં મુખ્ય સૂત્રધારનું ગોડાઉન સાંભળનાર તેનો મેનેજર આરોપી રમેશ પુંજાભાઈ પટણી (કચ્છ) તથા ખિયારામ સોનારણ જાટ (રાજસ્થાન), શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ (મધ્યપ્રદેશ) અને મુકેશ માલાભાઈ ગમારા (માથક) ૧૦ દિવસના રિમાન્ડ ઉપર છે જે રિમાન્ડ આજે પૂરા થઈ રહયા છે જેથી તે આરોપીઓને પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ ગુનામાં બોલેરો ગાડી વાળા આરોપી યુવરાજસિંહ પરમાર રહે. દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ આરોપીઓ દ્વારા દારૂની હેરફેરી કરવા માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં ખોટી નંબર પ્લેટ લગાવતા હતા અને તે ગાડીના એન્જિન અને ચેસિસ નંબર પણ ભૂસી નાખતા હતા તેમજ માલની લેવડ દેવડ માટે વ્હોટ્સએપ કોલ કે પછી ઇન્ટર નેશનલ કોલનો ઉપયોગ કરતાં હતા તેમજ સૌથી મોટી વાત એ છે કે તેઓ બીજાના નામે લીધેલા સીમકાર્ડનો ઉપયોગ કરતાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે જો કે, હજુ આ ગુનામાં અમદાવાદનો બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ તેમજ તેના બે ભાગીદાર રાજારામ મારવાડી અને ભરત મારવાડી પકડાશે પછી ઘણા ચોંકાવનારા ખુલાસા થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News