મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી
Breaking news
Morbi Today

મોરબીના રિક્ષાવાળાઓ ઉપર ટ્રાફિક શાખાની લગામ કેમ નહીં..? : ગાંધી ચોક પાસે વૃદ્ધ-માધાપરામાં વૃદ્ધાને હડફેટે લતા સારવારમાં


SHARE













મોરબીના રિક્ષાવાળાઓ ઉપર ટ્રાફિક શાખાની લગામ કેમ નહીં..? : ગાંધી ચોક પાસે વૃદ્ધ-માધાપરામાં વૃદ્ધાને હડફેટે લતા સારવારમાં

મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં રીક્ષા ચાલકો દ્વારા એક વૃદ્ધને તેમજ એક વૃદ્ધાને હડફેટ લેવામાં આવતા બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.નોંધનીય છે કે મોરબીમાં બિનઅધિકૃતપણે મુખ્ય માર્ગો ઉપર આડેધડ રીક્ષા ખડકી દેવામાં આવે છે અને રીક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવવામાં આવતા હોય છે.છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને જમાઇની જેમ સાચવવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળે છે.

મોરબીના બે જુદાજુદા વિસ્તારોની અંદર રીક્ષા ચાલકોએ બે વૃદ્ધોને હડફેટે લીધા હતા.જેમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ માતાજીના મંદિર પાસેથી પગપાળા જઈ રહેલા માવજીભાઈ ટપુભાઈ બંગડીવાલા (ઉમર ૬૦) રહે.સામખયારી (કચ્છ) વાળાને ગાંધી ચોક નજીક કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં ઇજા પામેલ માવજીભાઈ બંગડીવાલાને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા ફાતિમાબેન હુસેનભાઇ જુણેજા નામના ૬૫ વર્ષીય વૃદ્ધા માધાપરા વિસ્તારમાંથી નીકળ્યા હતા ત્યારે ત્યાં માધાપરના ઝાંપા પાસે બેફામ ગતિએ ચાલતા રીક્ષા વાળાએ તેઓને હડફેટે લીધા હતા.જે બનાવમાં ઇજા પામેલ ફાતિમાબેન જુણેજાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ઉપરોક્ત બંને બાબતોની હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે મોરબીના નગર દરવાજા ચોક, જુના બસ સ્ટેશન, નવા બસ સ્ટેશન, શાકમાર્કેટ ચોક, જેલ રોડ તેમજ શક્તિ ચોકના ખૂણા પાસે અને વન-વે નો રસ્તો એવા પૂનમ મોબાઈલ નજીક ગેરકાયદેસર રીતે રોડ ઉપર રીક્ષા સ્ટેન્ડ બનાવી દેવામાં આવેલા છે તે નવી વાસ્તવિકતા છે.કોઈપણ જાતના ત્યાં જાહેરનામા ન હોવા છતાં પણ સ્થાનિક ટ્રાફિક પોલીસ અને ત્યાં ઉભા રહેતા ટ્રાફિકના જવાનોની રહેમ રાહે (શા માટે તે કહેવાની જરૂર ખરી..? સૌ જાણે જ છે.) રીક્ષા ચાલકો ત્યાં ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડ બનાવી નાખે છે અને લોકોને અને ખાસ કરીને ત્યાં લાખો-કરોડોની દુકાન ધરાવતા દુકાનદારો માટે આ બાબત માથાના દુખાવા સમાન છે.હાલ મોરબીમાં એ પ્રકારનો માહોલ છે કે જો કોઈ પોલીસ જવાન પોલીસ ડ્રેસ વગર સાદા ડ્રેસમાં હોય તો તેને પણ આ રીક્ષા ચાલકોની દાદાગીરીનો ભોગ બનવું પડે.મોરબીમાં પોલીસની કોઈપણ જાતની ધાક ન હોવાના લીધે દિવસેને દિવસે જ્યાં જુઓ ત્યાં રીક્ષા ચાલકો દ્વારા આડેધડ રીક્ષાઓ ચલાવીને તથા જ્યાં મન ફાવે ત્યાં પાર્કિંગ કરીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે તેવી ફરીયાદ મોરબીવાસીઓમાંથી ઉઠી રહી છે.સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા માતેલા સાંઢ જેવા રીક્ષા ચાલકોને નાથવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.કારણ કે વાહન અકસ્માતમાં કોઈનો જીવનદીપ બુજાઈ જાય તો તે જવાબદારી કોની..? મોરબીની અંદર આર્થિક લાભ માટે કોઈપણ હદ સુધી જવા માટે લોકો તૈયાર થઈ જાય છે તેમાં આ બાબત પણ આવી જાય છે કે મુખ્ય માર્ગો ઉપર કોની મહેરબાનીથી રીક્ષા પાર્કિંગ થાય છે..? જ્યાં રીક્ષા સ્ટેન્ડ જ નથી ત્યાં ઉભા રહીને રીક્ષા ચાલકો કોની દયાથી પેસેન્જરો ભરે છે..? આ તમામ બાબતો ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય છે.જાણકારોના કહેવા મુજબ તો જીલ્લામાં "માસિક ડાયરી"ઓ રાખવામાં આવે છે અને જે તે વિસ્તાર કે જે તે પટ્ટા ઉપર ચાલતા વાહન ચાલકોને "જમાઈ" ની જેમ સાચવવામાં આવે છે તે નરી વાસ્તવિકતા છે.






Latest News