મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા.૪ ના રોજ દાતાના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે


SHARE









મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા.૪ ના રોજ દાતાના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિરે યોજાએલા અત્યાર સુધીના ૩૦ કેમ્પમાં કુલ ૯૫૯૧ લોકોએ લાભ લીધો હતો તેમજ  ૪૨૩૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.

જે અંતર્ગત તા.૪-૪-૨૪ ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથેનું વિનામુલ્યે ઓપરેશન કરી આપવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વિગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા કરવામા આવી રહી છે.દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવાની કોઈ આવશ્યતા નથી.કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (મો.૯૮૨૫૦ ૮૨૪૬૮), હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮), અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬) નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.




Latest News